પ્રિયંકા ગાંધી પછી સોનિયા ગાંધી પણ કોવિડ પોઝિટિવ, 2 મહિનામાં બીજીવાર સંક્રમિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આની પુષ્ટિ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કરી છે. તેણે ટ્વિટ કર્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે અત્યારે સરકારના તમામ પ્રોટોકોલ અનુસરીને આઈસોલેશનમાં છે.

તમને જણાવી દઈએ કે 2 જૂને સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા હતા. તેમણે ગંગારામ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમની સ્થિતિ ઘણી ગંભીર જોવા મળી હતી. વળી બુધવારે પ્રિયંકા ગાંધી પણ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. તે પણ અત્યારે આઈસોલેશનમાં છે.

ADVERTISEMENT

તેજસ્વી યાદવે પણ મુલાકાત લીધી હતી
બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે એક દિવસ પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. બિહારમાં મંત્રિમંડળ વિસ્તરણ પહેલા તે કોંગ્રેસ અધ્યક્ષને મળ્યા હતા. આ દરમિયાન તેમણે સીતારામ યેચુરી સાથે પણ મુલાકાત કરી હતી. આનાથી એક દિવસ પછી જ સોનિયા ગાંધી કોવિડ પોઝિટિવ મળી આવ્યા છે.

પ્રિયંકા ગાંધી 2 મહિનામાં બીજી વાર કોવિડ પોઝિટિવ
નોંધનીય છે કે પ્રિયંકા ગાંધી સતત 2 મહિનામાં બીજીવાર કોવિડ પોઝિટિવ મળી આવી છે. અગાઉ 3 જૂને તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, આ દરમિયાન તેમની માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ સંક્રમિત હતા. ત્યારે પણ પ્રિયંકા હોમ આઈસોલેશનમાં હતા અને સંપર્કમાં આવેલા લોકોને સતર્કતા રાખવા જણાવ્યું હતું.

રાહુલ ગાંધી અસ્વસ્થ…
પ્રિયંકા ગાંધી પોઝિટિવ આવ્યાની સાથે બીજી બાજુ રાહુલ ગાંધીની તબિયત પણ ખરાબ છે. જેના કારણે તેમણે રાજસ્થાનનો પ્રવાસ સ્થગિત કરી દીધો છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી અલવરમાં નેત્રત્વ સંકલ્પ શિવિરમાં સામેલ થવાની યોજના હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT