Wedding Reception : સોનાક્ષીની રોયલ એન્ટ્રી, કાજોલે કર્યો ડાન્સ, સલમાન સહિતના સ્ટાર બન્યા મહેમાન
સોનાક્ષી સિન્હાએ ઝહીર ઇકબાલ સાથે પોતાના મુંબઈ સ્થિત નિવાસ સ્થાન પર મેરેજ રજિસ્ટ્રેશન કર્યા. તેમના લગ્નમાં માત્ર તેમના પરિવારના લોકો અને કેટલાક નજીકના સંબંધીઓ જ સામેલ હતા. પરંતુ ત્યારબાદ તેમણે પોતાના મહેમાનો માટે ખાસ રિસેપ્શન પાર્ટી રાખી છે, જેમાં બોલિવૂડના અનેક દિગ્ગજ પહોંચ્યા.
ADVERTISEMENT
Sonakshi - Zaheer Wedding Reception : સોનાક્ષી સિન્હાએ ઝહીર ઇકબાલ સાથે પોતાના મુંબઈ સ્થિત નિવાસ સ્થાન પર મેરેજ રજિસ્ટ્રેશન કર્યા. તેમના લગ્નમાં માત્ર તેમના પરિવારના લોકો અને કેટલાક નજીકના સંબંધીઓ જ સામેલ હતા. પરંતુ ત્યારબાદ તેમણે પોતાના મહેમાનો માટે ખાસ રિસેપ્શન પાર્ટી રાખી છે, જેમાં બોલિવૂડના અનેક દિગ્ગજ પહોંચ્યા. આ ઉજવણી મુંબઈના બાસ્ટિયન ખાતે યોજાઈ. તેમાં લગભગ 1,000 લોકોને આમંત્રણ અપાયું છે.
સોનાક્ષીએ પોતાના રિસેપ્શનમાં કરી રોયલ એન્ટ્રી
સોનાક્ષી સિન્હાએ પોતાના લગ્નમાં વ્હાઇટ સાડી પહેરી હતી, પરંતુ રિશેપ્સનમાં સોનાક્ષી સુંદર લાલ સાડીમાં જોવા મળી. તો તેમની સાથે ઝહીર ઇકબાલ ઑફ વ્હાઇટ રંગના ઈન્ડો વેસ્ટર્ન શેરવાનીમાં નજરે આવ્યા. સોનાક્ષીએ પોતાની માંગમાં સિંદૂર, હાથમાં લાલ બંગડી પહેરી હતી.
બોલિવૂડના ખાસ મહેમાન બન્યા રિસેપ્શનનો હિસ્સો
સોનાક્ષી અને ઝહીરની રિસેપ્શન પાર્ટીમાં બંને પરિવાર અને સંબંધીઓ સિવાય બોલિવૂડના અનેક દિગ્ગજો સામેલ થયા. જેમાં બિગ બોસ ઓટીટી 2ના હોસ્ટ અનિલ કપૂર, સલમાન ખાન, આદિત્ય કપૂર રોય, અદિતી રાવ હૈદરી, સિદ્ધાર્થ, રિચા ચઢ્ઢા, અલી હૈદર, ફરદીન ખાન, ડેઝી શાહ, સંગીતા બિજલાણી, સાયરા બાનો, ચંકી પાંડે, હુમા કુરેશી, રવીના ટંડન, કાજોલ, હની સિંહ, રેખા, તબુ સહિના ફિલ્મી સ્ટાર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સામેલ થયા હતા.
ADVERTISEMENT
રિસેપ્શનમાં દેખાયો સલમાનનો સ્વેગ
રિસેપ્શનમાં સલમાન ખાને શાનદાર એન્ટ્રી કરી. તેમનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક્ટર બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો હતો. પાર્ટીમાં એક્ટર પોતાના સુરક્ષા કર્મીઓ સાથે પહોંચ્યો હતો. આ સિવાય અરબાઝ ખાન પણ સામેલ થયા.
નવા કપલ સાથે ઢોલના તાલે કાજોલે કર્યો ડાન્સ
કાજોલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કપલની સાથે ઢોલના તાલ પર ડાન્સ કરતી જોવા મળી. હુમા કુરૈશી આ દરમિયાન તેમના પર ગુલાબની પાંખડીઓ ઉડાવતા નજરે પડ્યા.
ADVERTISEMENT
સોનાક્ષી અને ઝહીરે કર્યો ડાન્સ
સોનાક્ષી-ઝહીરના લગ્નના રિસેપ્શનમાં સિતારાઓ ઉમટ્યા
સોનાક્ષીના લગ્ન બાદ શું બોલ્યા શત્રુઘ્ન સિન્હા?
સોનાક્ષી અને ઝહીરના લગ્ન બાદ શત્રુઘ્ન સિન્હાએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ પોતાની દીકરીના લગ્નના દિવસે કેવું અનુભવી રહ્યા હતા? જેના જવાબમાં શત્રુઘ્નએ કહ્યું કે, આ પણ કોઈ પૂછવાની વાત છે. દરેક પિતા આ ક્ષણની રાહ જુએ છે, જ્યારે તેમની દીકરીને તેમને પસંદ કરાયેલા દુલ્હાને સોંપવામાં આવે છે. તેમની જોડી સલામત રહે. 44 વર્ષ પહેલા શત્રુઘ્ન સિન્હાએ પોતાની પસંદની એક ખુબ જ સફળ, ખુબ જ સુંદર, ખુબ પ્રતિભાશાળી યુવતી પૂનમ સિન્હા સાથે લગ્ન કર્યા હતા. હવે સોનાક્ષીનો વારો છે કે તેમણે પોતાની પસંદના યુવક સાથે લગ્ન કર્યા.
ADVERTISEMENT
ઝહીર શત્રુઘ્નને પગે લાગ્યો હતો
23 જૂને સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલે રજિસ્ટર મેરેજ કર્યા હતા. લગ્નની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો. એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે ઝહીરે લગ્ન થયા બાદ સસરા શત્રુઘ્ન સિન્હા અને સાસુ પૂનમ સિન્હાને પગે લાગીને આશીર્વાદ લીધા.
ADVERTISEMENT