રાજતિલક થતા થતા ઘણી વખત વનવાસ પણ મળે… શિવરાજસિંહ ચૌહાણ ભાવુક થઇ ગયા

ADVERTISEMENT

Shivraj Singh chauhan
Shivraj Singh chauhan
social share
google news

Shivraj Singh Chouhan : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ચર્ચામાં છે. પ્રદેશની સત્તાથી બહાર થયા બાદ શિવરાજનું દર્દ બાકી છે. તેમને લાગે છે કે, રાજપથના બદલે વનવાસના રસ્તે ચાલવું પડે છે, પરંતુ ઉદ્દેશ્ય ખુબ જ મોટો છે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ચર્ચામાં છે. પ્રદેશની સત્તાને બહાર ગયા બાદ શિવરાજનું દર્દ બાકી છે. તેમને લાગે છે કે, રાજપથના બદલે વનવાસના રસ્તે ચાલવું પડે છે, જો કે ઉદ્દેશ્ય ખુબ જ મોટો છે. પોતાના ગૃહક્ષેત્ર બુધનીમાં શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી ન બની શકવા અંગે કહ્યું કે, કોઇ મોટો ઉદ્દેશ્ય હશે. અનેક વખત રાજતિલક થતા થતા વનવાસ પણ થઇ જાય છે. એવું કોઇન કોઇ ઉદ્દેશ્યની પૂર્તિ માટે જ હોય છે. જો કે ચિંતા ન કરતા. મારુ જીવન બહેનો, બેટીઓ અને જનતા જનાર્દન માટે છે. આ ધરતી પર તમારુ જીવન દુખ દર્દ દુર કરવા આવ્યો છું. આંખોમાં આંસુ નહી રહેવા દઉ. દિવ અને રાત કામ કરીશ અને હવે મારુ સરનામું છે B-8,74 બંગ્લો જેનું નામ મે મામાનું ઘર રાખ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્યામલા હિલ્સ ખાતે મુખ્યમંત્રી નિવાસ છોડીને શિવરાજસિંહ ચૌહાણ હવે ભોપાલના જ લિંક રોડ-1 ખાતેના બંગ્લામાં શિફ્ટ થઇ ચુક્યા છે. હવે પોતાના નવા આવાસનું નામ શિવરાજે મામાનું ઘર રાખ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બહેનોએ ભાઇ અને ભત્રીજાઓના મામાના નામથી લોકપ્રિય છે.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાનો બંગ્લા ખાલી કર્યા બાદ પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું, મે અહીં પોતાના લોકો અને રાજ્યના કલ્યાણ માટે ઘણા બધા નિર્ણયો લીધા છે. નવા મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમની ટીમને શુભકામનાઓ પાઠવું છું કે, રાજ્યના વિકાસને નવી ઉંચાઇઓ પર લઇ જાવ. હું તે લોકોની શુભકામનાઓ સારી યાદો, પ્રેમ સાથે ખુશ થઇને પરત જઇ રહ્યો છું. જેમણે સીએમ તરીકેની મારી યાત્રા પુરી કરવામાં મદદ કરી તે તમામનો આભાર.

પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના X એકાઉન્ટ પર લખ્યું કે, મારા ભાઇઓ બહેનો નમસ્કાર, હું આજે મુખ્યમંત્રી આવાસમાંથી વિદાઇ લઇ રહ્યો છું. આ આવાસ ઉપરાંત મારુ કર્મ સ્થળ પણ રહી ચુક્યું છે. આજે સરનામું બદલાઇ રહ્યું છે. જો કે તમારો ભાઇ તમારા મામાના દરવાજા હંમેશા માટે ખુલા રહેશે. જનસેવાનો મારો સંકલ્પ નવા સરનામે B-8, 74 બંગ્લા પરથી ચાલુ રહેશે. જ્યારે પણ તમને તમારા ભાઇની-મામાની જરૂર પડે દરવાજા હંમેશા ખુલ્લા રહેશે.

ADVERTISEMENT

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે ગત્ત દિવસોમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર તેઓ નવી દિલ્હી પહોંચ્યા હતા. શિવરાજે પાર્ટી અધ્યક્ષ સાથે મુલાકાત બાદ કહ્યું કે, આજની મીટિંગ સારી રહી. અધ્યક્ષ જે પણ કામ સોંપશે તે હું કરીશ. એક પાર્ટી કાર્યકર્તા તરીકે મારી ભુમિકા જે પણ નિશ્ચિત કરવામાં આવે તે હું કરીશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT