Solar Storm: આજે પૃથ્વી સાથે ટકરાશે ખતરનાક સૌર તોફાન, ઈન્ટરનેટ-મોબાઈલ સિગ્નલ થઈ શકે છે ઠપ્પ!

ADVERTISEMENT

gujarattak
social share
google news

Solar Storm to hit earth today: આજે પૃથ્વી પર કંઈક ખાસ થવા જઈ રહ્યું છે. બ્રહ્માંડમાં થતી ગતિવિધિઓની અસર આપણા પર પડી શકે છે. વાસ્તવમાં પૃથ્વી પર આજે એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. નાસા અને હવામાન વિભાગે આ અંગે ચેતવણી જાહેર કરી છે, જે મુજબ 30મી નવેમ્બરે એટલે કે આજે એક સૌર તોફાન (Solar Storm) પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. જેના કારણે મોબાઈલ કોમ્યુનિકેશન, જીપીએસ અને રેડિયો સિગ્નલ પ્રભાવિત થઈ શકે છે.

સૌર તોફાનની સ્થિતિ સર્જાઈ: નિષ્ણાંતો

અવકાશમાં થઈ રહેલી ગતિવિધિઓ પર નજર રાખનારા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સૂર્યમાંથી નીકળતા કોરોનલ માસ ઇજેક્શન (coronal mass ejection)ને કારણે સૌર તોફાનની સ્થિતિ સર્જાઈ રહી છે, જે આજે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. આને CME પણ કહેવામાં આવે છે, જે સૂર્યમાંથી નીકળતી તરંગો છે, જેમાં મોટા પ્રમાણમાં ચાર્જ્ડ પ્લાઝ્મા અને મેગ્નેટિક ફિલ્ડ હોય છે, જે પૃથ્વી પરના સેટેલાઈટ્સ અને કોમ્યુનિકેશન સિસ્ટમને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડી શકે છે. નાસાએ આ અંગે તમામ એજન્સીઓને એલર્ટ કરી છે કે રવિવારે CME પૃથ્વી સાથે ટકરાશે.

ઈન્ટરનેટ સેવાઓ થઈ શકે છે પ્રભાવિત

નિષ્ણાતો જણાવ્યા અનુસાર, સૌર તોફાન પૃથ્વીના દક્ષિણ ભાગમાં ટકરાશે, તેથી તેની અસર મર્યાદિત જ રહેશે. એવી અપેક્ષા છે કે GPS સિગ્નલ પર તેની અસર ઓછી રહેશે. જોકે, એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સૌર તોફાન એટલું મોટું ન હોવા છતાં આ પોલ્સની પાસે જીપીએસ અને રેડિયો સિગ્નલને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે થોડા સમય માટે ઈન્ટરનેટ સેવા પણ પ્રભાવિત થઈ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT