8 વર્ષની બાળકી વીડિયો જોઈ રહી હતી, અચાનક હાથમાં સ્માર્ટફોન ફાટતા કરુણ મોત
કેરળના ત્રિસુર જિલ્લાના તિરુવિલ્વામાલામાં મોબાઈલ ફોનમાં વિસ્ફોટ થતાં એક 8 વર્ષની બાળકીનું મોત થયું છે. આ ઘટના સોમવારે રાત્રે 10:30 વાગ્યે બની હતી, પોલીસે મંગળવારે…
ADVERTISEMENT
કેરળના ત્રિસુર જિલ્લાના તિરુવિલ્વામાલામાં મોબાઈલ ફોનમાં વિસ્ફોટ થતાં એક 8 વર્ષની બાળકીનું મોત થયું છે. આ ઘટના સોમવારે રાત્રે 10:30 વાગ્યે બની હતી, પોલીસે મંગળવારે તેની માહિતી આપી હતી. પોલીસ ફોરેન્સિક ટીમ અને નિષ્ણાતો સાથે આ મામલાની તપાસ કરી રહી છે.
ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી બાળકી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ બ્લોક પંચાયત સભ્ય અશોક કુમારની પુત્રી આદિત્યશ્રીએ મોબાઈલ પોતાના ચહેરા પાસે રાખ્યો હતો. ત્યારે તેમાં વિસ્ફોટ થયો હતો. બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને બચાવી શકાઈ નહીં. તે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.
પોલીસે ફોન બ્લાસ્ટનું શું કારણ આપ્યું?
પોલીસનું કહેવું છે કે બાળકી લાંબા સમય સુધી વીડિયો જોઈ રહી હતી, આવી સ્થિતિમાં બેટરી વધુ ગરમ થઈને વિસ્ફોટ થવાની આશંકા છે. મોબાઈલ ત્રણ વર્ષ પહેલા ખરીદ્યો હતો. ગયા વર્ષે તેની બેટરી બદલવામાં આવી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે છોકરીના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી, તેના જમણા હાથની આંગળીઓ તૂટી ગઈ હતી અને તેની હથેળી ખરાબ રીતે દાઝી ગઈ હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ADVERTISEMENT
સ્માર્ટફોનમાં બ્લાસ્ટ ન થાય તે માટે શું ધ્યાન રાખવું?
- ધ્યાન રાખો કે ફોનને લાંબા સમય સુધી ચાર્જિંગ પર ન રાખવો. એટલે કે ફોનને રાત્રે ચાર્જ પર મૂકીને ન સૂવું જોઈએ. આવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં ફોનને લાંબા સમય સુધી ચાર્જ કર્યા બાદ બ્લાસ્ટ થયો છે.
ફોન ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે તેના પર વધારે કામ ન કરવું. કારણ કે ચાર્જિંગ સમયે ફિલ્મો જોવી અને લાંબા સમય સુધી ગેમ રમવી એ જીવલેણ બની શકે છે અને તમારી બેટરીનું તાપમાન વધી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT