બેસતા વર્ષના દિવસે જ ભયાનક અકસ્માત, મુઝફ્ફરનગરમાં ટ્રકની નીચે કાર ઘુસી જતા 6ના કમકમાટીભર્યા મોત
Car Accident News: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મંગળવારે (14 નવેમ્બર) સવારે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. હાઈવે પર એક ફૂલ…
ADVERTISEMENT
Car Accident News: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મંગળવારે (14 નવેમ્બર) સવારે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. હાઈવે પર એક ફૂલ સ્પીડમાં જતી કાર ટ્રકની નીચે ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાતા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. કારમાં સવાલ લોકો દિલ્હીથી હરિદ્વાર જઈ રહ્યા હતા.
કારના ફૂરચે-ફૂરચા ઉડી ગયા
ટ્રકની પાછળ કાર ઘુસી જતાં કારના ફૂરચે-ફૂરચા ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહની ઓળખ કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના NH-58 પર છપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
6 લોકોના મોત
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ માર્ગ અકસ્માતના સમાચાર સવારે મળ્યા હતા. હાઈવે પર અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
સવારે 4 વાગ્યે સર્જાયો હતો અકસ્માત
પોલીસે જણાવ્યું કે, નેશનલ હાઈવે-58 પર આગળ જતી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. મૃતકો દિલ્હીના હતા અને હરિદ્વાર જઈ રહ્યા હતા. આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી. પોલીસે તેને દૂર કરવા માટે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT