બ્રિટનમાં પાકિસ્તાન કરતા ખરાબ હાલત, 2 નંગ ટમેટા-બટેકાથી વધારે ખરીદી પર પ્રતિબંધ
નવી દિલ્હી: બ્રિટન પણ પાકિસ્તાનના રસ્તે જઇ રહ્યું છે. અહીં પણ ફળ અને શાકભાજીની અછત ઉભી થઇ છે. સુપરમાર્કેટમાં શાકભાજી ખરીદવાની લિમિટ નક્કી કરવામાં આવી…
ADVERTISEMENT
નવી દિલ્હી: બ્રિટન પણ પાકિસ્તાનના રસ્તે જઇ રહ્યું છે. અહીં પણ ફળ અને શાકભાજીની અછત ઉભી થઇ છે. સુપરમાર્કેટમાં શાકભાજી ખરીદવાની લિમિટ નક્કી કરવામાં આવી છે. એટલે કે પૈસા આપવા છતા બટાકા, ટમેટા જેવી વસ્તુઓ વધારે માત્રામાં ખરીદી શકો નહી. બ્રિટનના સૌથી મોટા સુપર માર્કેટમાં તમે 2 થી વધારે બટાકા કે ટમેટા ખરીદી શકશો નહી. બ્રિટનની સુપર માર્કેટના શેલ્ફ ખાલી પડ્યાં છે. આ બ્રિટનની કોઇ એક સુપર માર્કેટની વાત નથી, પરંતુ તમામ માર્કેટમાં આવી જ સ્થિતિ છે.
બ્રિટનની અર્થવ્યવસ્થા હાલ મંદિના દોરનો સામનો કરી રહી છે
બ્રિટનની અર્થવ્યવસ્થા મંદીના દોરમાંથી પસાર થઇ રહી છે. સુપર માર્કેટ જ નહી બધે જ આવી સ્થિતિ છે. હાલ મોંઘવારી પણ પોતાની સર્વોચ્ચ સપાટી પર છે. જેના કારણે ખાવાની વસ્તુઓમાં થયેલો ઘટાડો ખુબ જ ચિંતાજનક છે. બ્રિટનના 4 સૌથી મોટા સુપર માર્કેટ મોરિસન, અસ્દા, અલ્ડિ અને ટેસ્કોએ તાજા ફળ અને શાકભાજી લેવા પર લિમિટ બાંધી છે. જેમાં ટમેટા, બટાકા, કાકડી, શિમલા મિર્ચ અને ફ્લાવર ખરીદવાની લિમિટ નિશ્ચિત કરવામાં આવી છે. એટલે કે જો કોઇ વ્યક્તિ બટાકા અને ટમેટા ખરીદવા માટે જાય છે તો તે 2થી 3 ટમેટા જ ખરીદી શકે છે. કિલો કે તે પ્રકારે ખરીદી નહી કરી શકે.
બ્રિટનના તમામ કિરાણા સ્ટોર્સ પર સ્ટોક માટેના બોર્ડ લગાવાયા
સૌથી પહેલા બ્રિટનના ત્રીજા સૌથી મોટા કિરાણા સ્ટોર અસ્દાએ લિમિટ નિશ્ચિત કરી છે. તેમ છતા બુધવાર સુધી મોરિસનની સાથે જ એલ્ડિ અને ટેસ્કોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. પૂર્વી લંડન, લિવરપુલ અને બ્રિટનના અનેક હિસ્સાઓમાં દુકાનોમાંથી પહેલા જ ફળ અને શાકભાજી ગાયબ થઇ ચુક્યાં છે.
ADVERTISEMENT
ટમેટા સહિતની શાકભાજી પર ચોક્કસ પ્રમાણથી વધારેનો પ્રતિબંધ
અસ્દાના સ્ટોર્સે ટમેટા, શિમલા મરચા, કાકડી, સલાડ માટેના પત્તા, બૈગ્લ સલાડ, ફ્લાવર, બ્રોકલી અને લીલી શાકભાજીની લિમિટ નિશ્ચિત કરવામાં આવી છે. અસ્દાના સ્ટોર દ્વારા કોઇ પણ ગ્રાહકને ત્રણથી વધારે વસ્તુ નહી આપવાનો નિર્ણય લીધો છે. મોરિસનમાં ગ્રાહક ટમેટા, કાંકડી, સલાડ વાળા પન્ના અને શિમલા મિર્ચ જેવી શાકભાજી 2થી વધારે લઇ શકો નહી.
બ્રિટન શાકભાજી પર મોટેભાગે આયાત કરે છે
ટેસ્કો અને સેન્સબરી સહિત મુખ્ય સુપર માર્કેટને રિપ્રેજન્ટ કરનારા બ્રિટિશ રિટેલ કંસોર્ટિયમે કહ્યું કે, સપ્લાઇનો મુદ્દો ખુબ જ મોટો થઇ ચુકયો છે. સુપર માર્કેટમાં ખાલી શેલ્ફની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. શિયાળામાં બ્રિટન કાકડી અને ટમેટા જેવી 90 ટકા વસ્તુઓની આયાત કરી છે. બ્રિટનમાં આ મહિનાઓ દરમિયાન 5 ટકા ટમેટા અને 10 ટકા સલાડ વાળા પત્તાનું ઉત્પાદન કરે છે. તેવામાં સુપર માર્કેટ માટે સ્ટોક રાખવું જરૂરી થઇ જાય છે.
ADVERTISEMENT
હાલમાં શાકભાજીની ભારે શોર્ટેજ જોવા મળી રહી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, જે દેશોમાંથી તેઓ નિકાસ કરે છે ત્યાં આ વખતે પાક સારો નથી થયો. સાથે જ બ્રિટનમાં પણ કૃષી સંકટથી ઉપજમાં ઘટાડો થયો છે. તેવામાં બ્રિટનમાં આ વસ્તુઓ ખુબ જ ઘટી ચુકી છે. સાઉથ યુરોપ અને નોર્થ આફ્રીકામાં ખરાબ હવામાનના કારણે અનેક પાક લણવાના બાકી રહી ગયા છે. શિયાળાની મોસમમાં બ્રિટનને આ વસ્તુઓની સૌથી વધારે મોરક્કો અને સ્પેનમાંથી થાય છે. જે અસાધારણ હવામાનનો સામનો કરી રહ્યો છે.
ADVERTISEMENT
શિયાળામાં તોફાનોના કારણે પાક પર અસર પડી
મોરક્કોથી ફળોની સપ્લાઇ નથી થઇ રહી કારણ કે ત્યાં ભારે ઠંડી પડી રહી છે. ભારે શિયાળો હોવાના કારણે ટામેટા પાકવામાં સમય લાગી રહ્યો છે. જેના કારણે સમગ્ર સપ્લાય ઠપ્પ થઇ ચુક્યો છે. સાથે જ ખરાબ હવામાનના કારણે સમુદ્રી જહાજોની ખેપમાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત ઘટી રહેલા ઉત્પાદનને ધ્યાને રાખીને મોરક્કો નિકાસ પર પ્રતિબંધ પણ લાવી શકે છે. આ સંકટ વધારે ગાઢ થઇ શકે છે.
સ્પેનથી આયાત થનાર ફળો અને શાકભાજી પાકવામાં સમય લાગી રહ્યો છે
સ્પેનથી આયાત થનારા ફળો અને શાકભાજી પર પણ હવામાનની અસર પડી છે. અલ્મેરિયા ક્ષેત્રમાં ગત્ત વર્ષે ફેબ્રુઆરીની તુલનામાં આ વખતે ટમેટાના ઉત્પાદનમાં 22 ટકાનો ઘટાડો થયો છે. આ કારણે સ્પેનના ઉત્પાદક પણ ખુબ જ પરેશાન છે. એસોસિએશન ઓફ ફ્રૂટ એન્ડ વેજિટેબલ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન ઓફ અલ્મેરિયા કોએક્સફાલે કહ્યું કે, સ્થિતિ ચિંતાજનક થવા લાગી છે. કારણ કે કેટલીક કંપનીઓએ પોતાના ગ્રાહકોની સપ્લાને પુર્ણ કરવામાં સમસ્યા થઇ રહી છે.
ADVERTISEMENT