9 દિવસથી 41 જિંદગીઓ ટનલમાંઃ વડાપ્રધાન મોદીએ CM પુષ્કરસિંહ ધામી સાથે કરી વાતચીત; અધિકારીઓએ બનાવ્યો નવો પ્લાન

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Uttarakhand Tunnel Collapse: ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનાને 9 દિવસ થઈ ગયા છે. આ દુર્ઘટના દિવાળીના દિવસે 12 નવેમ્બરે સવારે 4 વાગ્યે સર્જાઈ હતી, જેમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. દુર્ઘટનાને કારણે હજુ પણ 41 શ્રમિકો સુરંગમાં ફસાયેલા છે. એજન્સીઓ અને અધિકારીઓ ફસાયેલા શ્રમિકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી તેમને કોઈ સફળતા મળી નથી.

PM મોદીએ પુષ્કરસિંહ ધામી સાથે કરી વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને ફોન કરીને ઉત્તરકાશીના સિલ્ક્યારા પાસે ટનલમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ચાલી રહેલી બચાવ કામગીરીની માહિતી લીધી. વડાપ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી બચાવ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચેના પરસ્પર સંકલનથી શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. ફસાયેલા શ્રમિકોનું મનોબળ જાળવી રાખવાની જરૂર છે.

ટનલમાં ફસાયેલા શ્રમિકો સુરક્ષિતઃ CM ધામી

મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ પરસ્પર સંકલન અને તત્પરતા સાથે રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. ટનલમાં ફસાયેલા કામદારો સુરક્ષિત છે અને તેઓને ઓક્સિજન, પૌષ્ટિક ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના અભિપ્રાય લીધા બાદ રાહત અને બચાવ કામગીરી માટે એજન્સીઓ કામ કરી રહી છે. અમારી પ્રથમ પ્રાથમિકતા સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવાની છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

PMOમાંથી પહોંચ્યા અધિકારીઓ

આપને જણાવી દઈએ કે, 50 કલાક બાદ ફરી રિસ્ક્યૂ ઓપરેશન શરૂ થઈ ચૂક્યું છે.જ્યાં કાટમાળ પડ્યો છે, ત્યાં રોબોટ મોકલીને રેસ્ક્યૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં રેસ્ક્યૂ માટે 4 મશીનો આવી ચૂક્યા છે. PMOમાંથી પહોંચેલા અધિકારીઓ સાથે બનાવેલી રણનીતિ અનુસાર હવે કામદારોને પાંચ બાજુથી ડ્રિલિંગ કરીને બહાર કાઢવામાં આવશે.

હવે ‘વર્ટિકલ’ ડ્રિલિંગની તૈયારી

બચાવ કામગીરીમાં અટકણો સર્જાયા બાદ અધિકારીઓએ શનિવારે શ્રમિકો સુધી ઝડપથી પહોંચવા માટે ટનલની ઉપરથી ‘વર્ટિકલ’ ડ્રિલિંગની તૈયારી શરૂ કરી. શ્રમિકોરો સુરંગની અંદર એવી જગ્યાએ ફસાયેલા છે જ્યાં તેઓ આસપાસ ફરી શકે છે. તેમની પાસે ખુલ્લી જગ્યા, વીજળી, ખોરાક, પાણી અને ઓક્સિજન છે. જોકે, જો તેને ઝડપથી બહાર કાઢવામાં ન આવે તો જોખમ વધી શકે છે. ઉપરાંત કામદારોને અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT