Sidhu Moose Walaના પિતા બલકૌર સિંહની રાજકારણમાં થશે 'એન્ટ્રી', આ સીટ પરથી લડશે ચૂંટણી!
Sidhu Moosewala Father May Congress Candidate: સિદ્ધુ મુસેવાલાના પરિવારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવંગત સિંગર સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહ લોકસભા ચૂંટણી 2024 લડી શકે છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
સિદ્ધુ મુસેવાલાના પરિવારમાંથી મોટા સમાચાર આવ્યા
સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહની થશે રાજકારણમાં એન્ટ્રી
કોંગ્રેસમાં જોડાય તેવી ચાલી રહી છે અટકળો
Sidhu Moosewala Father May Congress Candidate: સિદ્ધુ મુસેવાલાના પરિવારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવંગત સિંગર સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહ લોકસભા ચૂંટણી 2024 લડી શકે છે. તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. સાથે જ તેમને ભટિંડા લોકસભા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવાની પણ ચર્ચા છે.
ઘરના માહોલને રાજકીય પણ બનાવી દીધો
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસે બલકૌર સિંહ સાથે વાતચીત કરી લીધી છે અને તેઓ ચૂંટણી લડવા માટે પણ રાજી છે. જોકે, આ દિવસોમાં તેઓ તેમના નવજાત બાળકની સાથે વ્યસ્ત છે, જેનો તાજેતરમાં જ જન્મ થયો છે, પરંતુ ખુશીના વાતાવરણ વચ્ચે બલકૌર સિંહના ચૂંટણી લડવાના સમાચારે ઘરના માહોલને રાજકીય પણ બનાવી દીધો છે.
બલકૌર સિંહે આપ્યા હતા સંકેત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બલકૌર સિંહે થોડા મહિના પહેલા જ રાજકારણમાં એન્ટ્રી કરવાના સંકેત આપ્યા હતા. ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું કે આપણે રાજકારણમાં કેમ ન આવવું જોઈએ? બિઅંત સિંહના પૌત્ર રવનીત બિટ્ટુએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો, સાંસદ બન્યા અને તેમના દાદાના હત્યારાઓને સજા અપાવવાના પ્રયાસો કર્યા અને તેઓ પ્રયાસોમાં સફળ રહ્યા.
ADVERTISEMENT
કોંગ્રેસ આપી ચૂકી છે ઓફર
જો તેઓ રાજકારણમાં આવીને ન્યાય માટે લડી શકે છે અને એક ઉદ્દેશ્ય અમારી પાસે પણ છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ બલકૌર સિંહને ઘણી વખત પાર્ટી સદસ્યતાની ઓફર કરી ચૂકી છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગે પણ કહ્યું હતું કે જો બલકૌર સિંહની ઈચ્છા હશે તો કોંગ્રેસ તેમને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી શકે છે.
સિદ્ધુ મુસેવાલાએ પણ લડી હતી ચૂંટણી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવંગત સિંગર સિદ્ધુ મુસેવાલાએ પણ કોંગ્રેસની ટિકિટ પર 2022ની વિધાનસભા ચૂંટણી લડી હતી, જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તેમના ફેન્સ તેમના ચૂંટણી લડવાથી ખૂબ જ ખુશ હતા. હવે જો બલકૌર સિંહ ભટિંડાથી લોકસભાની ચૂંટણી લડશે તો મુકાબલો ખૂબ જ કપરો હશે, કારણ કે ભટિંડા શિરોમણી અકાલી દળનો ગઢ છે. બાદલ પરિવારની વહુ હરસિમરત કૌર બાદલ સાંસદ છે અને આ વખતે પણ તેઓ આ બેઠક પરથી ટિકિટના સૌથી મોટા દાવેદાર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT