સિદ્ધારમૈયા હશે કર્ણાટકના CM, આવતીકાલે લઈ શકે છે શપથ, શિવકુમારને ડેપ્યુટી CMનું પદ ઓફર કરાયું
નવી દિલ્હી: કર્ણાટકના મુખ્યમંત્રીના પદને લઈને ચાર દિવસથી ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી હશે. તેઓ આવતીકાલે સીએમ તરીકે શપથ…
ADVERTISEMENT
નવી દિલ્હી: કર્ણાટકના મુખ્યમંત્રીના પદને લઈને ચાર દિવસથી ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી હશે. તેઓ આવતીકાલે સીએમ તરીકે શપથ લઈ શકે છે. જો કે તેઓ એકલા જ શપથ લેશે, તેમની સાથે કોઈ ધારાસભ્ય મંત્રી પદના શપથ લેશે નહીં. આવતીકાલે બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાશે. સિદ્ધારમૈયા બુધવારે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ડીકે શિવકુમાર પણ રાહુલને મળશે.
સિદ્ધારમૈયાનું પલડું કેમ ભારે રહ્યું?
- સિદ્ધારમૈયા કર્ણાટકમાં કોંગ્રેસના સૌથી મોટા નેતાઓમાંથી એક છે. શરૂઆતથી જ તેઓ સીએમ પદ માટે ડીકે શિવકુમાર કરતા વધુ મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. સિદ્ધારમૈયાએ તેમની રાજકીય કારકિર્દીમાં 12 ચૂંટણી લડી હતી, જેમાંથી તેમણે 9માં જીત મેળવી હતી.
- સિદ્ધારમૈયા સીએમ રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ 1994માં જનતા દળની સરકારમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી હતા. તેમની વહીવટી પકડ સારી માનવામાં આવે છે. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ પણ નથી. જ્યારે ડીકે શિવકુમાર સામે ઘણા કેસ ચાલી રહ્યા છે. તે જેલમાં પણ ગયા છે.
- સિદ્ધારમૈયા અને ડીકે બંને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે. મલ્લિકાર્જુન ખડગેએ 2008માં સિદ્ધારમૈયાને JDSમાંથી કોંગ્રેસમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેઓ ખડગેની ખૂબ નજીક હોવાનું કહેવાય છે.
- સિદ્ધારમૈયા 2013 થી 2018 સુધી કર્ણાટકના સીએમ હતા. આ દરમિયાન તેણે ટીપુ સુલતાનને કર્ણાટકમાં હીરો તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. આવી સ્થિતિમાં મુસ્લિમ સમુદાયમાં તેમની સારી પકડ માનવામાં આવે છે.
- સિદ્ધારમૈયા કુરુબા સમુદાય (ઓબીસી)માંથી આવે છે. તે કર્ણાટકમાં ત્રીજો સૌથી મોટો સમુદાય છે. એટલું જ નહીં સિદ્ધારમૈયાને રાજ્યના સૌથી મોટા ઓબીસી નેતા માનવામાં આવે છે. સિદ્ધારમૈયાને શિવકુમાર કરતા મોટા જન નેતા માનવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT