'તમારી ખૂબ જ યાદ આવે છે, ઓફિસર બનીને જ આવીશ...', IAS કોચિંગ સેન્ટર અકસ્માતની મૃતક શ્રેયાનો માતાને છેલ્લો ફોન

ADVERTISEMENT

UPSC Aspirants
UPSC Aspirants
social share
google news

UPSC Aspirants Death News: દિલ્હીના રાજેન્દ્ર નગર કોચિંગ અકસ્માતનો ભોગ બનેલી યુપીની દીકરી શ્રેયા યાદવના ઘરમાં શોકનો માહોલ છે. પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને દુખનું આભ ફાટ્યું છે. તેઓ માની શકતા નથી કે આઈએએસ બનવા ગયેલી શ્રેયા મૃતક હાલતમાં ઘરે આવી છે. શ્રેયાની માતાએ ઘટનાના એક દિવસ પહેલા વાત જણાવી. તેની વાત શ્રેયા સાથે ફોન પર થઈ હતી. તેણે કહ્યું કે, તે ઘરના બધાને ખૂબ યાદ કરે છે. બધાની સુખાકારી વિશે પૂછ્યું અને કહ્યું કે તે પોતાનું સપનું પૂરું કરીને જ પરત આવશે. પરંતુ જ્યારે મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ.

શ્રેયાની માતાનું દુ:ખ છલક્યું

શ્રેયાની માતાએ ભોંયરામાં કોચિંગ ચલાવવા પર સવાલ ઉઠાવ્યા હતા અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેણે કહ્યું કે દીકરીએ કહ્યું હતું કે તે IAS બનશે, પરંતુ કોણ જાણતું હતું કે આવું થશે. અમારી દીકરી જતી રહી હવે આનાથી મોટું દુ:ખ શું હોઈ શકે? તમને જણાવી દઈએ કે રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા, જેમાં આંબેડકર નગરની શ્રેયા પણ સામેલ હતી. વિદ્યાર્થી શ્રેયા યાદવના મૃતદેહને સોમવારે સવારે તેના વતન ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શ્રેયાના ગામ હસીમપુર બરસાવનમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થયા હતા.

દીકરી ઓફિસર બનવા ગઈ પણ...

શ્રેયા યાદવના પુસ્તકો, નોટો વગેરે તેમના ઘરમાં પડેલા છે. તેને જોઈને પરિવારના તમામ સભ્યો કહી રહ્યા છે કે તેમની દીકરીનું સપનું આઈએએસ બનવાનું હતું, પરંતુ કોચિંગવાળાની બેદરકારીને લીધે તેને જીવન ગુમાવ્યું છે. શ્રેયાની કાકી કહે છે કે, તેમની દીકરી ઓફિસર બનવા ગઈ હતી. આખું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. તે હમેશાં કહેતી કે હું નાની નોકરી નહીં કરું. અમે હજુ સુધી તેમને ચહેરો ભૂલી શકતા નથી. શ્રેયાના કાકીએ વધુમાં કહ્યું કે તે એપ્રિલમાં કોચિંગમાં જોડાઈ હતી, પરંતુ જુલાઈમાં જ તેના મૃત્યુના સમાચાર આવે છે. અમારી સાથે જે થયું તે બીજા કોઈ સાથે ન થવું જોઈએ. વહીવટીતંત્રની સંપૂર્ણ બેદરકારી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT