JKમાં શ્રધ્ધા જેવું કાંડ… ડોક્ટર સુમેધા હોળી પર બોયફ્રેન્ડને મળવા ગઈ, મળ્યું દર્દનાક મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

જમ્મુ:  મહિલા ડૉક્ટર સુમેધા શર્માની તેના બોયફ્રેન્ડ જોહર ગનાઈ દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ગુનાને અંજામ આપવા માટે રસોડામાં વપરાયેલી છરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. હાલ ઘાયલોને જમ્મુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

જમ્મુમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મહિલા તબીબને તેના બોયફ્રેન્ડે ઢોર માર માર્યો હતો. યુવકે પ્રેમિકાની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. આ મામલે કેસ નોંધવાની સાથે સાથે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આરોપીના સબંધીએ કરી પોલીસને જાણ
મહિલા ડૉક્ટરની ઓળખ તાલાબ ટિલ્લો (જમ્મુ)ના રહેવાસી કમલ કિશોર શર્માની પુત્રી ડૉ. સુમેધા શર્મા તરીકે થઈ છે. જ્યારે આરોપીની ઓળખ ડોડા જિલ્લાના ભદ્રવાહના રહેવાસી જોહર ગણાઈના પુત્ર મહમૂદ ગણાઈ તરીકે થઈ છે. આરોપીનો પરિવાર હાલ પમ્પોશ કોલોનીમાં રહે છે. ઘટનાને લઈ આરોપીના સંબંધીએ પોલીસને જાણ કરી. પોલીસને કહેવામાં આવ્યું હતું કે જોહર ગણાઈએ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી કે તે કેટલાક અંગત કારણોસર પોતાનું જીવન સમાપ્ત કરવા જઈ રહ્યો છે. માહિતી મળ્યા બાદ પોલીસ જમ્મુના જાનીપુરમાં જોહરના ઘરે ગઈ હતી.

ADVERTISEMENT

પોલીસ બંનેને હોસ્પિટલ લઈ ગયા
ઘરનો દરવાજો બહારથી બંધ હતો. પોલીસ ઘરમાં દાખલ થઈ, જ્યાં મહિલા ડૉક્ટર સુમેધાનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે આરોપીના પેટમાં ગંભીર ઈજાના નિશાન હતા. પોલીસ બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મહિલાની લાશ તેના સંબંધીઓને સોંપી હતી. આરોપી જોહરની હાલત નાજુક છે. અને તેની જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આઈપીસીની કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

ADVERTISEMENT

એક જ કોલેજમાં બંનેએ કર્યો હતો અભ્યાસ 
જોહર અને સુમેધા એક જ કોલેજમાંથી ભણ્યા હતા.સૂત્રોનું કહેવું છે કે મૃતક સુમેધા શર્મા અને આરોપી જોહર વચ્ચે પ્રેમસંબંધ હતો. તેણે બેચલર ઑફ ડેન્ટલ સર્જરી (BDS) જમ્મુની ડેન્ટલ કૉલેજમાંથી કરી.હવે સુમેધા શર્મા જમ્મુ-કાશ્મીરની બહારની કૉલેજમાંથી MDS કરી રહી હતી.જોહર અને સુમેધાએ ડેન્ટલ કૉલેજમાંથી BDS કર્યું.

ADVERTISEMENT

છરીથી રહેસિ નાખી
હોળીના વેકેશનમાં જમ્મુ અને 7 માર્ચે તે જાનીપુરમાં તેના બોયફ્રેન્ડ જોહરના ઘરે ગઈ હતી. જ્યાં તેમની વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો જે દરમિયાન જોહરે સુમેધાને કિચનની છરી વડે માર માર્યો હતો. ગંભીર ઇજાના કારણે મૃત્યુ થયું હતું અને પછી તે જ છરી વડે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

આ પણ વાંચો:  લાલુ યાદવના દિલ્હીથી બિહાર સુધીના 15 સ્થળો પર EDના દરોડા, લેન્ડ ફોર જોબ સ્કેમ મામલે કાર્યવાહી

જાણો શું કહ્યું પોલીસે
પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને આ મામલે વધુ માહિતી બહાર આવવાની બાકી છે. હાલ આરોપી અને મૃતક બંનેના સંબંધીઓ આ મામલે મૌન સેવી રહ્યા છે. શું છે

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT