પેશાબકાંડમાં ચોંકાવનારો વળાંક, મહિલાને પોતાને જ પેશાબ થઇ ગયો હોવાનો દાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : એર ઇન્ડિયામાં થયેલા પેશાબ કાંડમાં હવે નવા નવા નાટકીય વળાંકો સામે આવી રહ્યા છે. આરોપી શંકર મિશ્રા પર તો એક્શન થઇ ચુકી છે, જો કે પીડિત મહિલાએ એર ઇન્ડિયા પર પણ અનેક આરોપો લગાવ્યા છે. સૌથી મોટો આરોપ છે કે, એરલાઇન્સ દ્વારા મદદના બદલે સમજુતી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હવે એર ઇન્ડિયાએ આ સમગ્ર મામલે પોતાના તરફથી એક વિસ્તૃત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમના તરફથી મેઇલ કરીને જાહેરાત કરવામાં આવી જેમાં આ સમગ્ર ઘટનાક્રમ કહેવાયો છે.

એરલાઇન અધિકારી દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી
જ્યારે આ પેશાબ કાંડ થયો હતો, તે સમયે વિમાન પર જે અધિકારી હતા તેમણે એરલાઇન્સને સમગ્ર માહિતી આપતા એક મેઇલ કર્યો છે. આ મેલમાં એરલાઇન્સે પોતાના તરફથી કહ્યું કે, જ્યારે આ ઘટના થઇ હતી, તેની તુરંત બાદ વિમાનમાં હાજર અધિકારી એક્શનમાં આવી ગયા હતા. સૌથી પહેલા પીડિત મહિલાની સીટને સાફ કરવામાં આવી. તેમને નવા કપડા આપવામાં આવ્યા. ક્રુ દ્વારા મહિલાનો સામાન પણ સાફ કરવામાં આવ્યો. આસપાસના એરિયાને પણ સાફ કરીને સેનિટાઇઝ કરવામાં આવ્યો. એર ઇન્ડિયાના અનુસાર પીડિત મહિલાએ વિમાનમાં જ ચિમકી આપી હતી કે તેના સારા કોન્ટેક્ટ્સ છે અને તે આ મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ કરાવશે.

પીડિત મહિલાને એક વ્યક્તિ સતત ઉશ્કેરતો હોવાનો દાવો
કંપની દ્વારા તેમને એક પણ વખત પીડિત મહિલાને એક પણ વાર ફરિયાદ નોંધાવાઇ નથી. જો કે એરલાઇને કહ્યું કે, તે પોતાના તરફથી સંપુર્ણ તપાસ કરશે. આ મુદ્દે જે પણ પ્રકારે મહિલાની મદદ થશે, કરવામાં આવશે. એટલે સુધી કે દાવો કરવામાં આવ્યો છે કે, એરલાઇને કહ્યું હતું કે તે મહિલાને લેન્ડિંગ બાદ સમગ્ર મદદ કરવામાં આવશે. એરલાઇનનો એક અધિકારી પણ લેન્ડિંગ બાદ તમામ સહાય આપવાની જાહેરાત કરી હતી.

ADVERTISEMENT

શંકર મિશ્રાનો પક્ષ પણ એરલાઇન્સ દ્વારા રજુ કરાયો
બીજી તરફ શંકર મિશ્રાનો પક્ષ મુકતા એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું કે, એરહોસ્ટેસે તેને પોતે કરેલી પ્રવૃતી અંગે માહિતી આપી હતી. જો કે તેણે આરોપો સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો હતો. પોતે એક મોટી એમએનસીમાં કામ કરે છે અને તે ખુબ જ ગભરાયેલો હતો. તેને કંઇ પણ યાદ નથીતેમ છતા પણ તે બિનશરતી માફી માંગવા તૈયાર છે. આટલે સુધી માત્ર એરલાઇન દ્વારા માહિતી આપવામાં આવી હતી.

એરલાઇન્સ દ્વારા પણ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો
જો કે ત્યાર બાદ એરલાઇનનો દાવો સામે આવ્યો જેમાં તેણે જણાવ્યું કે, વિમાનમાં એક યાત્રી સતત તેને ભડકાવી રહ્યો હતો. તે સતત મહિલાને મીડિયાને સંપુર્ણ માહિતી આપવા ઉશ્કેરી રહ્યો હતો. એર ઇન્ડિયા પાસેથી રિફંડ માંગે, આ યાત્રીને ઉશ્કેરતા પહેલા સુધી મહિલા ક્રુ ના વખાણ કરતા હતા. ત્યાર બાદ તે ક્રુએ મદદ ન કરી હોવાનો દાવો કરવા લાગ્યી હતી. તે વ્યક્તિ એક રિપોર્ટરને ઓળખે છે અને તેની મદદ કરી શકે છે તેવી સાંત્વના આપી રહી હતી. ક્રુ દ્વારા તમામ મદદ આપવામાં આવી. રેસ્ડ પીરિયડમાં પણ કામ કર્યું.

ADVERTISEMENT

શંકર મિશ્રાના વકીલે ચોંકાવનારો દાવો કોર્ટમાં કર્યો
જો કે બીજી તરફ ગુરૂવારે પટિયાલા કોર્ટમાં એક મહત્વની સુનવણી થઇ. આ સુનાવણી દરમિયાન મિશ્રાના વકીલે દાવો કર્યો કે, વૃદ્ધ મહિલાએ સ્વાસ્થ્ય સમસ્યાના કારણે પોતે જ પેશાબ થઇ ગયો હતો. વકીલે કોર્ટને જણાવ્યું કે, વૃદ્ધ મહિલા 30 વર્ષો સુધી ભારત નાટ્યમની ડાન્સર રહી છે. ડાન્સર્સને આ પ્રકારની સ્થિતિ રહે તે સામાન્ય બાબત છે. આ મુદ્દે પોલીસે 7 જાન્યુઆરીએ બેંગ્લુરૂમાં આરોપી શંકર મિશ્રાની ધરપકડ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT