સ્વિસ યુવતીની હત્યામાં ચોંકાવનારા ખુલાસા, પ્રેમની આડમાં હ્યુમન ટ્રાફિકિંગની શંકા

ADVERTISEMENT

Swiss Girl Death case
Swiss Girl Death case
social share
google news

Swiss Girl Nina Murder : દિલ્હીમાં સ્વિસ લેડી નીના બરગરની હત્યાની ગુત્થી સતત વણસતી જઇ રહી છે. હત્યારો ગુરપ્રીત પોલીસ કસ્ટડીમાં છે. જો કે હજી સુધી પુછપરછમાં કોઇ નક્કર વાત નિકળીને સામે નથી આવી. કારણ છે કાતિલ સતત નિવેદન બદલી રહ્યો છે. પોલીસ ગુરપ્રીતને સવાલ જવાબ કરવામાં આવી રહ્યા છે. જેમાં તે દરેક વખતે અલગ અલગ જવાબ આપી રહ્યો છે. જ્યારે એક જ સવાલ અનેકવાર પુછવામાં આવે છે તો દરેક વખતે તેનો જવાબ અલગ-અલગ હોય છે. આ સ્થિતિ જોઇને પોલીસે ગુરપ્રીતની સાઇકોલોજિકલ તપાસ પણ કરાવી છે. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે પોલીસ હ્યૂમન ટ્રૈફિકિંગના એંગલ પર પણ કામ કરી રહી છે.

નીનાનું પોસ્ટમોર્ટમ પણ નથી થઇ શક્યું

દિલ્હીના ગુરપ્રીતે ઇશ્ક નામ પર જે વિદેશી મહિલા નીના બરગરનું મર્ડર કર્યુંહ તું. તેની લાશ ડીડીયુ એટલે કે દિનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલના મુર્દાઘરમાં પડી છે. ગત્ત 6 દિવસથી લાશનું પોસ્ટમોર્ટમ પણ નથી થઇ શક્યું. કારણ છે કે, સ્વિત્ઝરલેન્ડની રાજધાની જ્યૂરિચથી નીનાના પરિવારનો કોઇ સભ્ય હજી સુધી દિલ્હી પહોંચી શક્યો નથી. જો કે દિલ્હી પોલીસના અનુસાર સ્વિત્ઝરલેન્ડના ફેડરલ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એટલે કે (FDFA) ને નીનાની હત્યાના સમાચાર મળી ચુકી છે.

સ્વિસ બેંકના સંપર્કમાં છે દિલ્હી પોલીસ

એફડીએફએનું કહેવું છે કે, હાલ નવી દિલ્હીમાં સ્વિસ એમ્બેસી દિલ્હી પોલીસના સંપર્કમાં છે. દિલ્હી પોલીસના સુત્રો અનુસાર જ્યુરિખમાં નીનાના એક સંબંધીએ જણાવ્યું છે કે, નીનાના પરિવારે દિલ્હી આવવામાં પોતાની મજબુરી વ્યક્ત કરી. હવે એવામાં આગળ શું પગલા ઉઠાવવા છે દિલ્હી પોલીસ સ્વિસ દુતાવાસને વિશ્વાસમાં લઇને જ નિશ્ચિત કરશે.

ADVERTISEMENT

કાતિલનું ખુબ જ વિચિત્ર વર્તન

બીજી તરફ દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, નીના બરગરનો હત્યારો ગુરપ્રીત અત્યાર સુધીની પુછપરછમાં સતત પોતાના નિવેદનો બદલી હ્યો છે અને તેને જોતા ગુરપ્રીતની સાઇકોલોજિકલ તપાસ પણ કરાવાઇ છે. શરૂઆતી તપાસ રિપોર્ટ અનુસાર ગુરપ્રીતમાં ડિસ્ટર્બ બિહેવિયર જોવા મળ્યું છે. જેના કારણે દરેક વખતે તેઓ પોલીસની સામે અલગ-અલગ નિવેદનો નોંધી રહ્યા છે.

નીનાએ ગુરપ્રીતના પ્રપોઝલને ફગાવ્યું

જો કે છેલ્લા 6 દિવસની તપાસ બાદ દિલ્હી પોલીસે નીનાની હત્યા સાથે જોડાયેલા અનેક સવાલોના જવાબો શોધ્યા છે. દિલ્હી પોલીસના અનુસાર ગુરપ્રીતની નીના બરગર સાથે પહેલી મુલાકાત 2021 માં ડેટિંગ એપ પર થઇ હતી. ત્યાર બાદ જ્યુરિખમાં અનેક વખત નીના સાથે તેની મુલાકાત થઇ. ગુરપ્રીન નીના સાથે લગ્ન કરવા માંગતો હતો. આ અંગે તેણે ઓછામાં ઓછા છથી સાત વખત નીના સાથે વાત કરી. જો કે નીનાએ લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. નીનાનો ઇન્કાર ગુરપ્રીત માટે માથાનો ઘા થયો. ત્યાર બાદ 2023 માં જ તેણે નીને રસ્તાથી હટાવવાનો નિર્ણય કરી લીધો હતો.

ADVERTISEMENT

600 રૂપિયામાં ખરીદી હતી જંજીર અને તાળુ

આ કાવત્રા હેઠળ 11 ઓક્ટોબરે ઇન્ડિયા ફેરવવાના બહાને ગુરપ્રીતે નીનાને દિલ્હી બોલાવી. દિલ્હી આવ્યા બાદ તેઓ નીનાની હત્યાની પદ્ધતી અંગે વિચારવા લાગ્યો. દિલ્હી પોલીસના અનુસાર હત્યાના બે દિવસ પહેલા 16 ઓક્ટોબરે ગુરપ્રીતે જનકપુરીની એક દુકાનથી 600 રૂપિયામાં એક જંજીર અને તાળુ ખરીદ્યું. ત્યાર બાદ તે જંજીર અને તાળાથી નીનાના હાથ પગ બાંધીને 18 ઓક્ટોબરે રાત્રે ગાડીની અંદર જ ગળુ દબાવીને નીનાની હત્યા કરી નાખી.

ADVERTISEMENT

ખુબ જ મહત્વના સાબિત થશે કારમાં મળેલા પુરાવા

જેમાં સેંટ્રો ગાડીમાં નીનાની હત્યા અને જે કારની અંદર બે દિવસ સુધી નીનાની લાશ પડી રહી. દિલ્હી પોલીસે તે ગાડીની તપાસ રોહિણીમાં હાજર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે FSL પાસે કરાવી. દિલ્હી પોલીસના સુત્રો અનુસાર એફએસએલનીત પાસમાં સેન્ટ્રો ગાડીની અંદરથી નીનાની હાજરીના તમામ પુરાવા મળ્યા છે. જો કે હત્યા બાદ ગુરપ્રીતે ગાડીની ધોલાઇ કરી દીધી હતી. જો કે તેમ છતા કેટલાક પુરાવામાં તેમાં છુટી ગયા હતા. ગાડીની અંદરથી નીનાની એક ચેન, લોહીના ડાઘા અને વાળના ગુચ્છા પણ મળ્યા હતા. આ તમામ પુરાવા આગળ જઇને કોર્ટમાં ખુબ જ મહત્વની સાબિત હોઇ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT