Shikhar Dhawan: 33 મહિનાથી પોતાના બાળકને નથી મળ્યો,કોર્ટમાં અરજી કરવી પડી
નવી દિલ્હી : શિખર ધવન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોતાના બાળકને મળવા માટે ધવને કોર્ટમાં અરજી કરી હતી. જેનો ચુકાદો આપતા જજે સ્પષ્ટતા…
ADVERTISEMENT
નવી દિલ્હી : શિખર ધવન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોતાના બાળકને મળવા માટે ધવને કોર્ટમાં અરજી કરી હતી. જેનો ચુકાદો આપતા જજે સ્પષ્ટતા કરી હતી કે, માત્ર માંનો જ બાળક પર અધિકાર નથી. ફેમિલી કોર્ટના જજ હરીશ કુમારે હાલમાં જ આપેલા ચુકાદામાં આયેશાને બાળકને ભારત લાવવાનો વિરોધ કરવા અંગે ઝાટકણી પણ કાઢી હતી. કોર્ટે કહ્યું કે, શિખરનો પરિવાર ઓગસ્ટ 2020 થી બાળકને મળ્યો નથી. ધવન દંપત્તી હવે અળગ રહે છે. તેમણે છુટાછેડા અને બાળકની કસ્ટડી અંગે ભારત અને ઓસ્ટ્રેલિયા (જ્યાં બાળક આયેશા સાથે રહે છે) બંન્નેમાં કાયદાનો મામલે શરૂ કર્યો છે.
શરૂઆતમાં પરિવારનું પુનર્મિલન 17 જુને નિશ્ચિત કરવામાં આવ્યું હતું. જો કે આયેશાએ તે સમયે બાળકને લાવવાનો વિરોધ કર્યો તેની માટે કારણ દર્શાવ્યું કે, બાળકની શાળા ચાલુ છે. ત્યાર બાદ આ તથ્ય પર વિચાર કરીને જે સમયે બાળકની શાળા બંધ હોય ત્યારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 જુલાઇની તારીખ નક્કી કરવામાં આવી હતી. જો કે ત્યાર બાદ આયેશાએ ફરી વિરોધ વ્યક્ત કર્યો કે, તારીખ નક્કી કરતા પહેલા પરિવારના મોટા ભાગના સભ્યોની સલાહ લેવામાં આવી નથી. કોર્ટે કહ્યું કે, બાળકને પણ આનંદ થશે કે તેના માતા-પિતા બંન્ને સાથે છે. અરજદારના બાળકે ઓગસ્ટ 2020 થી ભારતની મુલાકાત જ નથી લીધી.
ન્યાયાધીશે ભારપુર્વક જણાવ્યું કે, આયેશા તે વાતના પુરતા પુરાવા નથી આપી શકી કે, તેઓ કેમ નથી ઇચ્છતા કે બાળક ધવનના પરિવારને મળે. તેઓ કેમ નથી ઇચ્છતા કે બાળક પોતાના પિતા અને તેમના પરિવાર સાથે પરિચિત થાય. આ સ્થિતિમાં જો બાળકને શાળામાં પણ રજા છે તો તેને કેમ થોડા દિવસો માટે તેના પિતા પાસે રાખવાની ઇચ્છા પુરી કરવામાં નથી આવી રહી. અરજદારને તેમના બાળકને મળવાનો પુરો અધિકાર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT