શાતિર ઢોલી! 7 ગામની 40 યુવતીઓને ફસાવી અને બનાવ્યા અશ્લીલ વીડિયો
જયપુર : કોઇ પણ વ્યક્તિને જોઇને માહિતી મળી કે ખુબ જ મુશ્કેલી હોય છે કેતેઓ ગુનેગાર છે કે નહી. જો કે એક વાત સ્પષ્ટ છે…
ADVERTISEMENT
જયપુર : કોઇ પણ વ્યક્તિને જોઇને માહિતી મળી કે ખુબ જ મુશ્કેલી હોય છે કેતેઓ ગુનેગાર છે કે નહી. જો કે એક વાત સ્પષ્ટ છે કે મોટા ભાગનો ગુનો કરનારા લોકો પરિચિત હોય છે કે નજીકના લો. લોકો વિચારી પણ ન શકે કે તેમની આસપાસ રહેનારા વ્યક્તિ આ પ્રકારની ઘટનાને અંજામ આપશે. આવી જ એક ખુબ જ ચોંકાવનારી વાત લગ્નમાં ઢોલ વગાડનારા 35 વર્ષની ઉંમરના વ્યક્તિએ તે ગામની તથા આસપાસના વિસ્તારની 40 કરતા વધારે મહિલા અને યુવતીઓના અશ્લીલ વીડિયો બનાવ્યા. ત્યાર બાદ તેણે બ્લેકમેલ કરીને તેની સાથે સંબંધ પણ બનાવ્યો હતો. આ તમામ ઓછી માહિતીના કારણે આ રાક્ષસની ચુંગાલમાં ફસાઇ ગઇ હતી.
આ રાક્ષસકનો શિકાર એક યુવતીએ જ્યારે આત્મહત્યા કરી તો તેનો વીડિયો જોઇને માંએ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ જ સમગ્ર પરિવાર ખતમ થઇ ગયો હતો. આ ઘટનાની શરૂઆત રાજસ્થાનના બાડમેરથી શરૂ થાય છે. જ્યાં એક ગામમાં એક વીડિયો વાયરલ થાય છે. જેમાં યુવકનો ચહેરો નથી દેખાતો પરંતુ યુવતી જાણીતી હોય તેવું લાગી રહ્યું હતું. થોડા સમય બાદ એક બીજો વીડિયો સામે આવ્યો અને એક જ અઠવાડીયાની અંદર અનેક વીડિયો સામે આવ્યા.
જુનના પ્રથમ સપ્તાહમાં બની ઘટના
વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકો નજીકના પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરાવે છે કે, કેટલાક અશ્લીલ વીડિયો ગામમાં વાયરલ થઇ રહ્યો છે. લોકો પોલીસની પાસે જઇને તેમને અટકાવવા માટેની અપીલ કરે છે, કારણ કે, બાળકો અને વૃદ્ધો તમામને ફોન પર આવા વીડિયો આવતા હતા. પોલીસે ફરિયાદ બાદ આ મામલે તપાસ કરવા લાગે છે જો કે ત્યારે એક યુવતીની આત્મહત્યાના સમાચાર સામે આવે છે. આ સમાચાર સામે આવ્યા બાદ માહિતી મળે છે કે, યુવતીની સાથે તેની માંએ આત્મહત્યા કરી લીધી.
ADVERTISEMENT
પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ખબર પડી તેનાથી તે ચોંકી ઉઠે છે. કારણ કે મામલો ગામની સીમા બહાર નિકળીને 7 ગામ સુધી પહોંચી ચુકી છે. બે આત્મહત્યા બાદ પોલીસ હવે પ્રયાસ કરવા લાગે છે કે, વધારે આત્મહત્યા ન કરે. મામલો હાઇપ્રોફાઇલ બને તેવી શક્યતાને જોતા પોલીસ તાબડતોબ કામગીરીમાં લાગી ગઇ હતી. પોતાના તમામ મુખબીરોને એક્ટિવ કરે છે. માહિતી મેળવવા લાગે છે કે આ ઘટના પાછળ કોણ છે તે જાણવા પ્રયાસ કરવા લાગે છે.
પોલીસને મુખબિર પાસેથી મળી મહત્વની માહિતી
એક દિવસ પોલીસને માહિતી મળે છે કે, ઢોલ વગાડનારો મુકેશ દમામી હાલમાં ખુબ જ શંકાસ્પદ લાગી રહી છે. પોલીસ તેના પર નજર રાખવાનું શરૂ કરી દે છે. પોલીસ તે યુવક પર નજર રાખવાનું શરૂ કરી દે છે અને તેની વિરુદ્ધ તપાસ કરવા લાગે છે. પોલીસની શંકા ત્યારે મજબુત બને ત્યારે તે અનેક લોકો સાથે મુકેશને પણ કસ્ટડીમાં લે છે. તેને અનેક સવાલ કરવામાં આવ્યા પરંતુ તે ગોળ ગોળ જવાબ આપતો હતો. જેથી પોલીસને પણ લાગ્યું કે, આ ખોટી વ્યક્તિને પકડી લીધી છે. કારણ કે તેની વિરુદ્ધ કોઇ પુરાવા પણ નહોતા મળી રહ્યા.
ADVERTISEMENT
પોલીસ ફરી તેની સામે તપાસ કરે છે અને એક પેનડ્રાઇવ તેના હાથમાં આવે છે. ત્યાર બાદ પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. 40 થી વધારે મહિલાઓના અશ્લીલ વીડિયો તેની સામે હતો. મળ્યા બાદ પોલીસે રાહતના શ્વાસ લીધો, જો કે તેના શરીરમાં સવાલ ઉઠી રહ્યા હતા કે, તેની તમામ મહિલાઓને ફસાવી કઇ રીતે અને વીડિયો કઇ રીતે બનાવ્યા.
ADVERTISEMENT
પોલીસ પુછપરછમાં ખુલ્યું કે, નાનપણથી તેના પરિવારની સ્થિતિ ખરાબ હતી. તેણે અનેક પ્રકારના કામ કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યો. ત્યાર બાદ તે બેન્ડ કંપનીમાં નોકરીએ લાગ્યો અને લગ્નમાં જવા લાગ્યો. ત્યાર બાદ તે ઢોલ વગાડવામાં હાથ બેસી ગયો અને વિસ્તારમાં ફેમસ થવા લાગ્યો. ત્યાર બાદ તેને એક યુવતી સાથે વાત કરી એક દિવસ વીડિયો કોલ દ્વારા અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લીધો. ત્યાર બાદ તેની સાથે સંબંધ બનાવ્યો. પછી પૈસા માંગવાનું શરૂ કર્યું. પૈસાથી યુવતી અસમર્થ થઇ ત્યારે તેણે તેની મિત્ર સાથે મિત્રતા કરાવવા જણાવ્યું. ત્યાર બાદ બીજી યુવતીને પણ ફસાવી. આ પ્રકારે તે અનેક યુવતીઓને ફસાવવા લાગ્યો. આ પ્રકારે 40 કરતા વધારે યુવતીઓને ફસાવી. જો કે એક યુવતીએ આત્મહત્યા કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
ધીરે-ધીરે યુવતી તેની જાળમાં ફસાતી જઇ રહી હતી. જ્યારે તે યુવતી સાથેનો સંબંધ પુર્ણ થાય પછી પૈસા પડાવતો અને તેની મિત્ર ફસાય એટલે જુની યુવતીના વીડિયો વાયરલ કરી દેતો હતો. જેથી તે અન્ય યુવતીઓને પોતાના દબાણમાં રાખી શકે. હાલ તો પોલીસ તેણે કેટલા લોકોને શિકાર બનાવ્યો તે અંગે તપાસ કરી રહી છે. જો કે પોલીસને ઘણી સમસ્યા છે કારણ કે પરિવારો ઇજ્જત ખાતર સામે આવવા નથી માંગતા.
ADVERTISEMENT