બેશરમ પાકિસ્તાન! આતંકવાદીઓને ઘુસાડવા માટે LoC પર અંધાધુંધ ગોળીબાર- મોર્ટાર હુમલો
નવી દિલ્હી: ગુરુવારે રાત્રે લગભગ 8 વાગ્યે પાકિસ્તાની રેન્જર્સ તરફથી અચાનક ગોળીબાર થયો હતો. આ પછી મોર્ટાર વડે હુમલો પણ થયો હતો. આ પછી BSFએ…
ADVERTISEMENT
નવી દિલ્હી: ગુરુવારે રાત્રે લગભગ 8 વાગ્યે પાકિસ્તાની રેન્જર્સ તરફથી અચાનક ગોળીબાર થયો હતો. આ પછી મોર્ટાર વડે હુમલો પણ થયો હતો. આ પછી BSFએ પણ જવાબી ગોળીબાર શરૂ કર્યો હતો. સેનાએ અરનિયા સેક્ટરમાં સરહદને અડીને આવેલા વિસ્તારોમાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.
અરનીયા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર
જમ્મુ-કાશ્મીરના અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન બીએસએફ પર મોર્ટાર હુમલો પણ થયો હતો. જોકે તે દિવાલમાં ઘુસી ગયો હતો. સેના પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી. પાકિસ્તાન તરફથી ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ગુરુવારે રાત્રે લગભગ 8 વાગ્યે પાકિસ્તાની રેન્જર્સ તરફથી અચાનક ગોળીબાર થયો હતો. આ પછી મોર્ટાર વડે હુમલો પણ થયો હતો.
BSF દ્વારા ઝડબાતોડ જવાબ આપવામાં આવ્યો
આ પછી BSFએ પણ જવાબી ગોળીબાર શરૂ કર્યો હતો. સેનાએ અરનિયા સેક્ટરમાં સરહદને અડીને આવેલા વિસ્તારોમાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. પાકિસ્તાન તરફ મોર્ટાર છોડવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા દિવસે કુપવાડામાં નિયંત્રણ રેખા (LoC) પર સેનાએ પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરી હતી.
ADVERTISEMENT
ઇન્ડિયન આર્મી પાંચ આતંકવાદીઓને ઠાર કરી ચુકી છે
એક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન સેનાએ કાર્યવાહીમાં પાંચ અજાણ્યા આતંકીઓને પણ ઠાર કર્યા હતા. માહિતી આપતા કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિજય કુમારે કહ્યું હતું કે, કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઓપરેશનમાં અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT