Manipur માં હિંસા વચ્ચે શરમજનક ઘટના: બે મહિલાઓને કેમેરા સામે નગ્ન કરાઇ, રેપનો આરોપ
Manipur Violence: મણિપુરમાં હિંસા ચાલી રહી છે. બીજી તરફ માનવતાને શરમજનક સ્થિતિમાં મુકે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ…
ADVERTISEMENT
Manipur Violence: મણિપુરમાં હિંસા ચાલી રહી છે. બીજી તરફ માનવતાને શરમજનક સ્થિતિમાં મુકે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં બે મહિલાઓને ટોળા દ્વારા નગ્ન અવસ્થામાં લઇ જતા જોવા મળે છે. વીડિયો મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 35 કિલોમીટર દુર કંગપોકપી જિલ્લાનો છે. જે 4 મેના હોવાનું જણાવાઇ રહ્યું છે. વીડિયો સામે આવ્યા બાદ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે કહ્યું કે, એફઆઇઆર દાખલ કરી લેવામાં આવી છે. ઝડપથી કાર્યવાહી થશે અને આરોપિઓને ધરપકડ કરી લેવામાં આવશે.
અનુસૂચિત જનજાતિનો (ST) દરજ્જો આપવામાં મેઇડી સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પર્વતીય જિલ્લામાં આદિવાસી એકજુટતા માર્ચના આયોજન બાદ ઘર્ષણ શરુ થઇ હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં કુલ 120 લોકોનાં જીવ જઇ ચુક્યા છે. વીડિયો ચાર મેનો હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે.
કુકી આદિવાસી સમુદાયના ગ્રુપ આઇટીએલએફે શું કહ્યું?
સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર ઇન્ડિજિનિયસ ટ્રાઇબલ લીડર ફોરમે કહ્યું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, એક સમુદાયના ટોળાએ ખેતરની નજીક લઇને જઇ રહ્યા છે. તેની સાથે ગેંગરેપ પણ કરવામાં આવ્યો છે. આઇટીએલએફે રાષ્ટ્રીય મહિલા પંચ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ પંચ પાસેથી કાર્યવાહીની અપીલ કરતા કહ્યું કે, આ નિર્દોષ મહિલાઓની ઝોળીમાં ભયાનક યાતનાઓને ગુનેગારોએ વીડિયો દ્વારા શેર કરી. આ પીડિતોની ઓળખ દેખાડે છે.
ADVERTISEMENT
પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેની નિંદા કરતા આકરી કાર્યવાહીની માંગ કરી છે. મણિપુરથી આવી રહેલી મહિલાઓ વિરુદ્ધ શારીરિક હિંસાની તસવીરો હૃદય દ્રાવક છે. મહિલાઓની સાથે બનેલી આ ભયાનક હિંસાની ઘટનાની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે.
પ્રિયંકાએ કહ્યું કે, સમાજમાં હિંસાનો સૌથી વધારે દંશ મહિલા અને બાળકોને સહન કરવો પડે છે. આપણે તમામે મણિપુરમાં શાંતિના પ્રયાસોને આગળ વધારતા હિંસાની એકસ્વરમાં નિંદા કરવી પડશે. કેન્દ્ર સરકાર, વડાપ્રધાન મણિપુરની હિંસા અંગે આંખો બંધ કરીને કેમ બેઠા છે? આ પ્રકારની તસ્વીરો અને હિંસક ઘટનાઓ તેમને વિચલિત નહી કરતી હોય ?
ADVERTISEMENT
ADVERTISEMENT