Anant-Radhika ની પ્રી-વેડિંગમાં ચાર ચાંદ લગાવશે Shakira, ફી જાણીને આંખો પહોંળી થઈ જશે

ADVERTISEMENT

Anant Ambani and Radhika Merchant 2nd pre-wedding
અનંત-રાધિકાની પ્રી-વેડિંગ
social share
google news

Anant Ambani and Radhika Merchant 2nd pre-wedding: આ દિવસોમાં દરેક લોકો લોકો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમનીની ચર્ચા કરી રહ્યા છે. અનંત-રાધિકાની પહેલી પ્રી-વેડિંગ સેરેમનીમાં એટલું બધું થયું કે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ. આવી સ્થિતિમાં બીજી પ્રી-વેડિંગમાં કંઈક ખાસ તો થવાનું જ છે, તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી-રાધિકાની બીજી પ્રી-વેડિંગમાં પ્રખ્યાત કોલંબિયન સિંગર શકીરા પોતાનો જલવો દેખાડવા માટે તૈયાર છે. જી હા,  આ વખતે અંબાણી પરિવારની આ ગ્રાન્ડ ઈવેન્ટમાં શકીરા પોતાનું જાદુ ચલાવશે. આવી સ્થિતિ હવે લોકોના મનમાં સવાલ છે કે શકીરા આ માટે કેટલી ફી લશે અને શું તેની ફી રિહાના કરતા વધારે છે કે ઓછી? તો ચાલો તમને જણાવી દઈએ...
 


બીજી પ્રી-વેડિંગ સેરેમનીમાં શકીરાનો જલવો

એ તો બધા જાણે છે કે અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ ક્રૂઝ પર ચાલી રહી છે. આવી સ્થિતિમાં આ ગ્રાન્ડ ઈવેન્ટમાં ચાર ચાંદ લગાવવા માટે શકીરાને પણ બોલાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સનું મીનીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે શકીરાને 10થી 15 કરોડ રૂપિયા ફી લે છે, જે રિહાના કરતા અડધી પણ નથી. જી હાં, તમને જણાવી દઈએ કે, અનંત-રાધિકાની પહેલી પ્રી-વેડિંગમાં રિહાનાએ 70 કરોડ રૂપિયા લીધા હતા. 

ખૂબ જ ખાસ છે આ ઈવેન્ટ

તમને જણાવી દઈએ કે,  પહેલી વખતની જેમ આ વખતે પણ અંબાણી પરિવારના ભવ્ય કાર્યક્રમમાં દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ મહેમાનોએ ભાગ લીધો છે. બીજી પ્રી-વેડિંગ પણ ખૂબ જ ખાસ છે અને તેમાં 800 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વખતે આ ઈવેન્ટ લક્ઝરી ક્રુઝ પર આયોજિત કરવામાં આવી રહી છે. તમામ સુવિધાઓથી સજ્જ આ ક્રુઝ શિપ પર મહેમાનોના સ્વાગત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ADVERTISEMENT

4380 કિમી મુસાફરી કરશે શિપ

હાલમાં જ આ ક્રૂઝ શિપનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેને જોઈને સ્પષ્ટપણે કહી શકાય છે કે આ ઈવેન્ટ ખૂબ જ ભવ્ય થવા જઈ રહી છે અને તેમાં ઘણી લક્ઝરી વસ્તુઓ છે. સમુદ્રની વચ્ચોવચ્ચ તરતી આ ક્રૂઝ શિપ 2365 નોટિકલ માઈલ (4380 કિમી)ની મુસાફરી કરશે. આ જહાજ ઇટાલીના સિટી બંદરથી રવાના થશે અને દક્ષિણ ફ્રાન્સમાં રોકાશે.

લગ્ન પણ હશે ખૂબ જ ખાસ

માત્ર પ્રી-વેડિંગ જ નહીં પરંતુ અનંત-રાધિકાના લગ્ન વિશે પણ ચર્ચા છે. દરેક લોકો આ ભવ્ય લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અંબાણી પરિવારના આ લગ્નમાં શું ખાસ થવાનું છે તે જોવું રહ્યું. રિપોર્ટ્સનું માનીએ તો અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈમાં થવાના હોવાનું કહેવાય છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT