‘તારક મહેતા’ને શો છોડવાની સજા! 6 મહિના થઈ ગયા પણ એક્ટરને હજુ બાકી ફી નથી મળી, લાખોમાં છે રકમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર ચર્ચામાં છે. એક સમયે તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા હવે આ સીરિયલનો ભાગ નથી. તેમના શો છોડ્યાના 6 મહિના જેટલો સમય થઈ ગયો છે. પરંતુ આ વચ્ચે એક ચોંકાવનારી વાત સામે આવી છે. ચર્ચા છે કે શૈલેષ લોઢાનું બાકીનું પેમેન્ટ હજુ સુધી ચુકવવામાં નથી આવ્યું.

6 મહિના થવા છતાં શૈલેષ લોઢાને ફી નથી ચૂકવાઈ
હિન્દુસ્તાન ટાઈમ્સે પોતાની રિપોર્ટમાં સૂત્રોના મારફતે જણાવ્યું કે, મેકર્સે શૈલેષ લોઢાની 1 વર્ષની પેમેન્ટ હજુ સુધી ચૂકવી નથી. લગભગ 6 આંકડાની આ રકમ છે. શૈલેષ ખૂબ જ ધીરજ સાથે રાહ જોઈ રહ્યા છે કે મેકર્સ તેમના બાકીના પૈસા ચૂકવી દે. પરંતુ પ્રોડ્યુસર અસિત કુમાર મોદી તેના પર કોઈ ધ્યાન નથી આપી રહ્યા. સૂત્રો જણાવે છે કે શૈલેષ લોઢાએ મેકર્સ સાથે વિવાદ બાદ શો છોડી દીધો. તેમણે અપમાનિત અનુભવ થયો અને કોઈપણ નોટિસ વિના શો છોડી દીધો. શૈલેષ જ્યારથી શોમાંથી બહાર થયા છે તેમણે શો પર કોઈ ટિપ્પણી નથી કરી.

તારક મહેતાનો મેકર્સ પર મોટો ખુલાસો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટથી બીજા સૂત્રોએ વધુ મહત્વપૂર્ણ જાણકારી આપી છે. સૂત્રો મુજબ, આ પહેલીવાર નથી જ્યારે મેકર્સે કોઈને ચેક આપવામાં મોડું કર્યું હોય. નેહા મહેતાની 30-40 લાખની અમાઉન્ટ હજુ સુધી મેકર્સે ક્લિયર નથી કરી.

ADVERTISEMENT

ફી ન મળતા ઘણા સ્ટાર્સ પરેશાન
નેહાએ શોમાં અંજલિનો રોલ ભજવ્યો હતો. રાજ ઉનડકટને પણ આ સમસ્યા આવી રહી છે. રાજે તારક મહેતામાં ટપુનું પાત્ર ભજવ્યું હતું. ફીની સમસ્યા મામલે શૈલેષ લોઢાને પૂછવામાં આવતા તેમણે કટાક્ષ કર્યો કે, મને કંઈક નવું જણાવો. હું મારી પોએટ્રી ગિગ્સ માટે ટ્રાવેલ કરી રહ્યો છું. જ્યારે પાછો આવીશ ત્યારે વાત કરીશ. જોકે આ વિવાદ પર હજુ સુધી અસિત મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

    follow whatsapp

    ADVERTISEMENT