સીમા સચિનનું બ્રેકઅપ: ટેંશનમાં સીમા હૈદરે પ્રેમી સચિનનું ઘર છોડી દીધું, કોઇ સાથે વાત નથી કરતી
નવી દિલ્હી : પ્રેમ મેળવવા માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અંગે રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. બીજી તરફ સમાચાર આવી રહ્યા છે…
ADVERTISEMENT
નવી દિલ્હી : પ્રેમ મેળવવા માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અંગે રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. બીજી તરફ સમાચાર આવી રહ્યા છે કે, સચિનની સાથે ગ્રેટર નોએડામાં રહી રહેલા સીમા હૈદર હવે તેનાથી દુર થઇ ચુકી છે. સીમા હૈદરે પોતાના પ્રેમી સચિન મીણાનું ઘર છોડી દીધું છે. તે હવે સચિનનું ઘર છોડીને ગામના જ બીજા ઘરે રહેવા માટે જતી રહી છે. આ ઘર કોઇ બીજાનું નહી પરંતુ સચિનના જ સંબંધીનું છે. સીમાએ સચિનની સાથે જ સસરા અને પરિવારથી પણ દુર થઇ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર સીમા હૈદરના સચિન પર હાજર મીડિયા અને લોકોના ટોળાના કારણે ત્યાંથી દુર થઇ ગયા છે. કારણ કે સચિનના ઘરે લોકો સીમા હૈદરની સાથે ફોટો પાડવા માટે એકત્ર થતા હતા. આ વાત અંગે સીમા સહિત ઘરના બાકી લોકો ખુબ જ પરેશાન થઇ રહ્યા છે. બીજી તરફ હવે સચિનનાં ઘરેથી સીમા હૈદરને દુર થવા પર લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે. કારણ કે લોકો સચિનના ઘરે સીમા હૈદરને મળવા જઇ રહ્યા છો તો તે ત્યાં મળી નથી રહી.
સીમા હૈદરની UP ATS દ્વારા પુછપરછ
હાલ પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની યુપી એટીએસ દ્વારા પુછપરછ કરવામાં આવી છે. વીઝા કે પાસપોર્ટ વગર સીમા હૈદર નેપાળ માર્ગે ભારત આવી હતી. જે અંગે સીમા હૈદર પર અનેક પ્રકારની શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. કેટલાક લોકો કહી રહ્યા છે કે, સીમા હૈદર પાકિસ્તાનની જાસુસ છે. જેના કારણે યુપી એટીએસ દ્વારા સીમા હૈદરની અનેક રાઉન્ડ પુછપરછ કરવામાં આવી હતી. જો કે યુપી એટીએસને પુછપરછમાં કોઇ જાસુસી કનેક્શનની માહિતી નથી મળી.
ADVERTISEMENT
સીમાને હિંદૂ ધર્મ અપનાવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને સચિનની પ્રેમ કહાની હાલ સમાચારોમાં છે. સીમા હૈદરનુ કહેવું છે કે, તેને હિંદુ ધર્મમાં રહેવું સારુ લાગે છે. જેના કારણે તે ભારત આવીને સાડી પણ પહેરી રહી છે. માંગમાં સિંદુર પણ ભરે છે અને રોજ સવારે ઉઠીને ઘરમાં પુજા પાઠ પણ કરે છે.
વાયરલ થઇ રહી છે સીમા હૈદરની રીલ્સ
અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક મહિનાઓથી સીમા હૈદર મીડિયામાં ખુબ ઇન્ટરવ્યું પણ આપી રહી હતી. આ દરમિયાન સીમા હૈદરે મીડિયામાં પોતાની પ્રેમ કહાનીના અનેક ખુલાસા કર્યા હતા. બીજી તરફ સીમા હૈદરની ઇન્સ્ટાગ્રામ રીલ પણ ખુબ વાયરલ થઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં સીમા હૈદર પોતાની સાથે પ્રેમી સચિન અને બાળકોની સાથે બોલીવુડમાં ડાન્સ કરતા જોઇ શકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT