સીમા હૈદરે PM નરેન્દ્ર મોદી અને CM યોગીને મોકલી રાખડી, રક્ષાબંધનના તહેવારને લઈને શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નોઈડા: પાકિસ્તાનથી પ્રેમી સચિન મીણી માટે સરહદ પાર કરીને ભારત આવેલી સીમા હૈદર હિન્દુ તહેવારોની ઉજવણી કરી રહી છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે હવે સીમાએ પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત ભારતના તમામ મોટા નેતાઓને રાખડી મોકલી છે. સીમાએ પોતે વીડિયો જાહેર કરીને આ અંગેની જાણકારી આપી હતી.

વીડિયોમાં સીમાએ પોસ્ટલ સ્લિપ બતાવીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને આરએસએસના વડા મોહન ભાગવત મારા ભાઈઓ છે. મેં તેમને રાખડી મોકલી છે. હું ઈચ્છું છું કે તેઓ મને તેમની નાની બહેન માનીને મારી રાખડી સ્વીકારે અને રક્ષાબંધનના શુભ અવસર પર તેને પોતાના કાંડા પર બાંધે.

આ સાથે સીમાએ કહ્યું કે, મારે વકીલ એપી સિંહને પણ રાખડી બાંધવી છે. તે મારા મોટા ભાઈ જેવા છે. હું તેમને મારા હૃદયથી માન આપું છું. સીમા હૈદરે વીડિયોમાં જય શ્રી રામ અને હિન્દુસ્તાનના નારા પણ લગાવ્યા હતા.

ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે, આ પહેલા સીમા હૈદરે તીજ તહેવાર અને નાગ પંચમી પણ સેલિબ્રેટ કરી હતી. પાકિસ્તાની સીમા હૈદરે રાબુપુરા સ્થિત પોતાના ઘરે નાગપંચમીની ઉજવણી વિધિ-વિધાન કરીને કરી હતી. સીમા હૈદર અને સચિને 4 બાળકો સાથે ભગવાન ભોલેનાથની પૂજા કરી હતી. તે પછી દિવાલ પર નાગ દોર્યો. સીમા હૈદરની પૂજા કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સીમા ભારતના દરેક તહેવારની ઉજવણી કરી રહી છે
આ દરમિયાન સીમા હૈદરે ભગવાન ભોલેનાથ ઉપરાંત ગણેશ અને અન્ય દેવતાઓની આરતી કરી હતી. 15 ઓગસ્ટ હોય કે તીજ તહેવાર હોય, સીમા હૈદર દરેક ખાસ અવસર પર ભારતીય રંગોમાં જોવા મળી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT