Ayodhya અને Ram Mandirની સુરક્ષા માટે IB-RAWની સાથે લેવાશે AIની મદદ, અલ્ટ્રા મોડર્ન ઈક્વિપમેન્ટ્સની કરાઈ રહી છે ખરીદી
Ayodhya Ram Mandir: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન છે.…
ADVERTISEMENT
Ayodhya Ram Mandir: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન છે. પ્રાણ-પ્રતિષ્ઠા પહેલા સુરક્ષા એજન્સીઓ અયોધ્યાના દરેક ખૂણા પર બાજ નજર રાખશે. આ માટે એજન્સી ઈન્ટેલિજન્સ બ્યુરો અને RAWની સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પણ મદદ લેવામાં આવશે.
ઝડપથી વધી રહી છે શ્રદ્ધાળુઓની સંખ્યા
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અયોધ્યા આવતા-જતા લોકો પર IB અને RAWની સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા નજર રાખવામાં આવશે. આને લઈને એક બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. હકીકતમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ અહીં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ જ કારણ છે કે સુરક્ષા વ્યવસ્થાના પડકારોને ધ્યાનમાં રાખીને AI તરફ પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
યુપી સરકારે આપ્યા 90 કરોડ રૂપિયા
અયોધ્યાના દરેક ખૂણે નજર રાખવા માટે પોલીસે એક ડેટાબેઝ તૈયાર કર્યો છે, જેમાં શહેરમાં પ્રવેશતા લોકો અને બહારની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. આ પહેલા યુપી સરકાર દ્વારા અયોધ્યાની સુરક્ષા માટે આધુનિક સુરક્ષા ઉપકરણો (Modern security devices)ની ખરીદી માટે 90 કરોડ રૂપિયા આપવામાં આવી ચૂક્યા છે.
ADVERTISEMENT
રેડ અને યલો ઝોનમાં ડ્રોનથી મદદ
આ બજેટમાંથી મોટી સંખ્યામાં ડ્રોન પણ ખરીદવામાં આવશે, જે રેડ ઝોન અને યલો ઝોન પર નજર રાખવામાં મદદરૂપ સાબિત થશે. માહિતી અનુસાર, ઘણી કંપનીઓએ પોલીસ સાથે સંપર્ક કર્યો છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ડેટાબેઝ પર કામ કરીને અયોધ્યાની સુરક્ષાને વધુ મજબૂત કરશે.
અયોધ્યાના IGએ શું કહ્યું?
અયોધ્યાના આઈજી પ્રવીણ કુમારના જણાવ્યા અનુસાર, અયોધ્યાને ચારે બાજુથી સુરક્ષાથી ઘેરવામાં આવી રહ્યું છે, જેમાં ઈન્ટેલિજન્સ બ્યુરો, RAW અને NSG અંદર હશે. આ સિવાય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ પણ લેવામાં આવશે, જેમાં એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેનો ઉપયોગ સુરક્ષા માટે કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT