નાયડૂની સભામાં બીજી વાર ભાગદોડ, બંન્ને રેલીમાં કુલ 11 ના મોત, અનેક ઘાયલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિકાસનગર : આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના (ટીડીપી) સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં ફરી એકવાર નાસભાગ મચી ગઇ હતી. ગુંટુરમાં રેલી દરમિયાન નાસભાગમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 1 વ્યક્તિ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તાજેતરમાં 28 ડિસેમ્બરના રોજ કંદુકુરમાં નાયડુની રેલીમાં આવી જ એક ઘટના બની હતી, જેમાં 8 લોકોના મોત નિપજ્યાં હતા.

ચંદ્રાબાબુ નાયડુની રેલી ગુંટુરમાં પહોંચી હતી
ચંદ્રબાબુ નાયડુની રેલી ગુંટુરના વિકાસ નગર ખાતે પહોંચી હતી. અહીં સંક્રાંતિ ભેટ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારે નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકોનો આરોપ છે કે, છેલ્લા 10 દિવસથી TDP નેતાઓના પ્રચારને કારણે મોટી સંખ્યામાં મહિલાઓ રેલીમાં જોડાઇ રહી છે.

ચંદ્રાબાબુ હાલ સમગ્ર આંધ્રમાં રેલી કાઢી રહ્યા છે
આ ઘટના 28 ડિસેમ્બરની સાંજે બની હતી. ચંદ્રબાબુ નાયડુ કંદુકુરમાં રોડ શો કરી રહ્યા હતા. જ્યારે તેમનો કાફલો ગુડમ ગટર કેનાલને પાર કરી રહ્યો હતો ત્યારે કેટલાક કામદારો નીચે પટકાયા હતા. જેના કારણે ત્રણ લોકોનું ગૂંગળામણથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય બે લોકોનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત નિપજ્યું છે. આ સિવાય બાકીના લોકોનું પાછળથી મોત થયું હતું.

ADVERTISEMENT

રોડશોમાં મોટા પ્રમાણમાં મહિલાઓ ઉમટી રહી છે
રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ભારે ધક્કા-મુક્કી શરૂ થઇ ગઇ હતી. જેના કારણે કેનાલમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણા લોકો કેનાલમાં પડી ગયા હતા. નાયડુએ અકસ્માત બાદ તરત જ તેમની મીટિંગ રદ કરી દીધી હતી. મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેમણે પક્ષના નેતાઓને ઘાયલોની સારી સારવાર સુનિશ્ચિત કરવા પણ કહ્યું હતું.

ચંદ્રાબાબુ નાયડુ તબક્કાવાર રીતે કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે
ચંદ્રબાબુ નાયડુ 28 થી 30 ડિસેમ્બર સુધી નેલ્લોર જિલ્લાના વિવિધ વિસ્તારોના પ્રવાસ પર હતા. આ દરમિયાન, તેમણે જિલ્લાના કંદુકુર, કાવલી અને કોવુર મતવિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે તાજેતરમાં કંદુકુરમાં ચક્રવાત મંડૌસના કારણે અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT