SDM Jyoti Maurya કેસમાં આખરે સમાધાન, પતિ-પત્ની વચ્ચે થઇ સમજુતી

ADVERTISEMENT

Jyoti maurya case settled
Jyoti maurya case settled
social share
google news

Jyoti Maurya Case: ઉત્તર પ્રદેશની પીસીએસ અધિકારી જ્યોતિ મોર્ય અને તેમના પતિ આલોક મોર્ય વિવાદ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યોતિ મોર્ય અને તેના પતિ આલોક મોર્ય વચ્ચે સમજુતી થઇ ગઇ છે. સમજુતી બાદ તપાસ કમિટી સમક્ષ જ્યોતિ મૌર્યના પતિ આલોક મોર્ય રજુ થયા હતા. તપાસ કમિટીની ઓફીસમાં આશરે અડધા કલાક સુધી આલોક મૌર્ય હાજર રહ્યા હતા. આલોક મૌર્યએ તપાસ સમિટીને લેખિત અરજી આપીને ફરિયાદ પરત ખેંચી હતી.

આલોકે કહ્યું હું સમજી વિચારીને ફરિયાદ પરત ખેંચી રહ્યો છું

આલોક મૌર્યએ આ અંગે જણાવ્યું કે, હું સમજી વિચારીને ફરિયાદ પરત ખેંચી રહ્યો છું. સુત્રો અનુસાર યુપીના કેટલાક બ્યુરોક્રેટ્સના પતિ-પત્ની વચ્ચે સમજુતી કરાવે છે. પતિ આલોક મૌર્ય દ્વારા દાખલ ફરિયાદ પરત લેવાયા બાદ હવે એસડીએમ જ્યોતિ મૌર્ય પણ પોલીસમાં કરેલી ફરિયાદ પરત ખેંચી શકે છે. આલોક મૌર્ય દ્વારા ફરિયાદ પરત ખેંચાયા બાદ તપાસ સમિતી પોતાનો રિપોર્ટ કમિશ્નર પ્રયાગરાજને મોકલશે.

આલોક મૌર્યએ જ્યોતિ પર વ્યાભિચારના આક્ષેપ કર્યા હતા

હવે શાસન તે નિશ્ચિત કરશે કે આ મુદ્દે તપાસ કરવી કે નહી. જો કે આલોક મૌર્યની ફરિયાદ પરત લેવાયા બાદ જ્યોતિને મોટી રાહત મળી છે. આલોક મૌર્યએ પીસીએસ પત્ની જ્યોતિ મૌર્યના ભ્રષ્ટટાચારની તંત્રમાં ફરિયાદ કરી હતી. પીસીએસ અધિકારી બન્યા બાદ કરોડોની સંપત્તી બનાવવાનો જ્યોતિ મોર્ય પર આરોપ લગાવ્યો હતો. આલોક મૌર્યએ પત્ની જ્યોતિ મૌર્ય પર હોમગાર્ડ કમાન્ડેંટ મનીષ દુબે સાથે લગ્ન બાહ્ય સંબંધ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

ADVERTISEMENT

જ્યોતિ મોર્યએ દાખલ કરાવ્યો છે દહેજ ઉત્પીડનનો કેસ

જ્યોતિ મૌર્યએ ઘૂમનગંજ પોલીસ સ્ટેશનમાં દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરાવ્યો છે. આલોક મૌર્યએ પણ પદનો દુરૂપયોગ અને ભ્રષ્ટાચારની ફરિયાદમાં 32 પેજની એક ડાયરી સોંપી હતી. ડાયરીમાં લાખો રૂપિયાની લેવડ દેવડનો ઉલ્લેખ હતો. શાસનના નિર્દેશ પર મંડલાયુક્ત પ્રયાગરાજ વિજય વિશ્વાસ પંતે ત્રણ સભ્યોની તપાસ કમિટીની રચના કરી હતી. પ્રયાગરાજ મંડળના એડિશનલ કમિશ્નર તંત્ર અમૃતલાલ બિંદને તપાસ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પ્રયાગરાજના એડીએમ તંત્ર હર્ષદેવ પાંડેય અને એડિશનલ સિટી મેજિસ્ટ્રેટ જસપ્રીત કૌર આ કમિટીના સભ્ય હતા.

    follow whatsapp

    ADVERTISEMENT