સ્કૂલ પ્રવાસે ગયેલા વિદ્યાર્થી અને શિક્ષિકાએ કરાવ્યું ‘રોમાન્ટિક ફોટોશૂટ’, જોઈને વાલી ચોંકી ઉઠ્યા
Teacher and Student Photoshoot: તાજેતરમાં, ઇન્ટરનેટ પર વાયરલ થયેલા કેટલાક ફોટોએ લોકોને હચમચાવી નાખ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે કળિયુગ આવી ગયો છે અને કેટલાક…
ADVERTISEMENT
Teacher and Student Photoshoot: તાજેતરમાં, ઇન્ટરનેટ પર વાયરલ થયેલા કેટલાક ફોટોએ લોકોને હચમચાવી નાખ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે કળિયુગ આવી ગયો છે અને કેટલાક લોકોએ સોશિયલ મીડિયાને જવાબદાર ગણાવ્યું છે. હકીકતમાં, જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે એક પ્રકારનું ફોટોશૂટ છે, જેમાં એક છોકરો અને એક મહિલા એકબીજાની નિકટ જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે તે છોકરો વિદ્યાર્થી છે અને મહિલા શિક્ષિકા છે, જે શૈક્ષણિક પ્રવાસે ગયા છે.
સ્કૂલ પ્રવાસ પર કરી અશ્લિલ હરકત
મહિલાની ઓળખ કર્ણાટકના ચિંતામણી તાલુકાના મુરુગામલ્લા ગામમાં સરકારી હાઈસ્કૂલની મુખ્ય શિક્ષિકા તરીકે થઈ છે. પ્રવાસ દરમિયાન તે એક વિદ્યાર્થી સાથે અભદ્ર કૃત્ય કરતા જોવા મળ્યા બાદ તેની તપાસ કરવામાં આવી છે. લીક થયેલી તસ્વીરોમાં શિક્ષિકા હાઈસ્કૂલના વિદ્યાર્થી સાથે રોમેન્ટિક પોઝ આપતી દેખાઈ રહી છે. મામલો સામે આવ્યા બાદ વિદ્યાર્થીના માતા-પિતાએ શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સાડી પકડી, KISS કરી…
તસવીરોમાં વિદ્યાર્થી કુર્તા અને જીન્સ પહેરીને શિક્ષિકા સાથે અલગ-અલગ રીતે રોમેન્ટિક પોઝ આપતો જોવા મળે છે. બંને એકબીજાને કિસ કરતા પણ જોઈ શકાય છે. છોકરાને સાડી પકડીને ખેંચતો પણ જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિક્ષિકા પર SSLCમાં અભ્યાસ કરતા સગીર છોકરા સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ છે. પ્રવાસ દરમિયાન મહિલાએ તેના મોબાઈલ ફોનમાં છોકરા સાથે ફોટો ક્લિક કર્યા હતા.
ADVERTISEMENT
વિદ્યાર્થીના માતા-પિતાએ તરત જ શાળામાં શિક્ષિકાને પકડી લીધી અને બ્લોક એજ્યુકેશન ઓફિસર (BEO)ને ફરિયાદ નોંધાવી. વાલીઓએ તાકીદે પગલાં ભરવાની માંગ કરી છે.
ADVERTISEMENT