રાહુલ ગાંધીને સજા આપનારા જજના પ્રમોશન પર સ્ટે, SCએ તમામ 68 જજનો મૂળ પોસ્ટ પર પાછા જવા કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં 68 જજોના પ્રમોશનને ગેરકાયદેસર બતાવી દીધું છે અને પ્રમોશન લિસ્ટ પર સ્ટે લગાવી દીધો છે. આ 68 જજોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સજા સંભળાવનારા જજ એચ.એચ વર્મા પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, હાલમાં આ જે જજોને પ્રમોટ કરવામાં આવ્યા છે, તેમને પોતાના મૂળ પદ પર (જૂના પદ પર) પાછા મોકલવામાં આવે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
જસ્ટીસ એમ.આર શાહે કહ્યું કે, આ નોંધનીય બાબત છે કે ગુજરાતમાં ભરતીના નિયમો અનુસાર પ્રમોશનના માપદંડ ‘મેરિટ કમ સિનિયોરિટી’ અને સૂટેબિલિટી ટેસ્ટ છે. એવામાં અમે સંતુષ્ટ છીએ કે રાજ્ય સરકાર દ્વારા જારી આદેશ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયોનો ઉલ્લંઘન કરે છે. જસ્ટિસ શાહે આગળ કહ્યુ, જોકે અમે આ અરજીનો ઉકેલ ઈચ્છતા હતા, પરંતુ એડવોકેટ દુષ્યંત દવે નથી ઈચ્છતા કે અમે અરજી નિકાલ કરીએ.

જસ્ટિસ શાહે આગળ કહ્યું, રાજ્ય સરકારે જજોને પ્રમોટ કરવાનો નિર્ણય લઈ લીધો છે. એવામાં અમે આ પ્રમોશન લિસ્ટને લાગુ કરવા પર રોક લગાવીએ છીએ. જે જજોને પ્રમોટ કરવામાં આવ્યા છે, તેમને પોતાના મૂળ પદ પર પાછા મોકલવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલો 8 ઓગસ્ટ 2023એ ફાઈનલ હિયરિંગ માટે આવશે. ચીફ જસ્ટીસ ડીવાઈ ચંદ્રચૂડ જે બેન્ચને આ કેસ સોંપશે તે તેના પર સુનાવણી કરશે.

ADVERTISEMENT

ક્યાંથી શરૂ થયો હતો વિવાદ?
સુપ્રીમ કોર્ટમાં રવિ કુમાર મેહતા અને સચિન પ્રતાપ રાયે મહેતાએ અરજી કરી હતી. બંને સીનિયર સિવિલ જજ કેડરના અધિકારી છે અને પોતે 65 ટકા પ્રમોશન ક્વોટા માટે થયેલી પરીક્ષામાં હાજર રહ્યા હતા. રવિ કુમાર મહેતા ગુજરાત સરકારના લીગલ ડિપાર્ટમેન્ટમાં અંડર સેક્રેટરી છે. તો પ્રતાપ રાય મહેતા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસેઝ ઓથોરિટીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે. બંને અધિકારીઓનો આરોપ છે કે પ્રમોશન માટે થયેલી પરીક્ષામાં તેમનાથી ઓછા માર્ક્સ મેળવનારા જજોનું જિલ્લા જજ કેડરમાં સિલેક્શન થયું છે. જ્યારે વધારે માર્ક્સ મેળવનારા જજોને પ્રમોશન નથી મળ્યું. બંને અધિકારીઓનો આરોપ છે કે 68 જજોના પ્રમોશનમાં નિર્ધારિત માપદંડોનું પાલન કરવામાં નથી આવ્યું.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT