બળાત્કારના કેસમાં કૈલાશ વિજયવર્ગીયને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત

ADVERTISEMENT

sc
sc
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ રેપના આરોપમાં ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના સમક્ષ નવેસરથી સુનાવણી કરવાના નિર્ણયને લેવાને મામલો પાછો મોકલ્યો છે. જેના કારણે હવે ભાજપ નેતાને આ કેસમાં રાહત મળી નથી.

ડિસેમ્બર 2019માં એક મહિલાનની ફરિયાદના આધાર પર ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય સામે અને તેના સાગરિતો સામે બળાત્કારના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના સામે દાખલ કરાયેલી અરજી પર અલીપુરમાં મુખ્યન્યાયિક મેજિસ્ટ્રેટે બસુ અને પ્રદીપ જોશીની તરપથી કરવામાં આવેલી ફરિયાદ પર દાખલ રેપ કેસમાં ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય અને જિસ્સૂના સામે ફરિયાદ દાખલ કરવાની માગ કરનારી અરજીને ખારીજ કરી નાખી હતી.

Manipur Violence: સરકારનું કડક વલણ, દેખો ત્યાં ઠારના આદેશ આપવામાં આવ્યા

નીચલી કોર્ટથી ફરી સુનાવણી માટે મોકલ્યો
આ પછી કલકત્તા હાઈકોર્ટે અલીપુર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશને રદ્દ કરી દીધો હતો. હાઈકોર્ટના આદેશને વિજયવર્ગીય સહિત બીજા લોકોએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. તેના પર નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે મામલાને ફરીથી નવેસરથી સુનાવણી માટે નીચલી કોર્ટ પાસે મોકલી દીધો છે. એટલે કે હવે ફરી એક વાર વિજયવર્ગીયને નીચલી કોર્ટમાં સવાલ જવાબ અને ટ્રાયલનો સામનો કરવો પડશે. જોકે આ તરફ 2019થી માંડીને હવે 2023 થઈ, આટલા લાંબા સમય પછી પીડિતાને પણ આ કેસમાં ન્યાય માટે વર્ષો રાહ જોવાની થઈ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT