1 વર્ષથી જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનના મામલે સુપ્રીમે EDને આપી નોટિસ

ADVERTISEMENT

1 વર્ષથી જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનના મામલે સુપ્રીમે EDને આપી નોટિસ
1 વર્ષથી જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનના મામલે સુપ્રીમે EDને આપી નોટિસ
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન ઘણા લાંબા સમયથી મનીલોન્ડ્રિંગના કેસને લઈને જેલમાં બંધ છે. 2022માં તેમની ધરપકડ બાદ હાઈકોર્ટ દ્વારા તેમની જામીન અરજી એવા આધાર પર ફગાવાઈ હતી કે તેઓ પારવફૂલ વ્યક્તિ છે તેથી તેઓ બહાર રહેશે તો કેસના જરૂરી પુરાવાઓ અને સાક્ષીઓને અસર પહોંચાડી શકે છે. તે મામલામાં આજે સુપ્રીમ કોર્ટે હવે ઈડી (એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ને નોટિસ ઈશ્યૂ કરી છે.

જુન 2022થી તિહાડમાં બંધ છે જૈન
દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી અને આપ નેતા સત્યેંદ્ર જૈનની ઈડીના મામલામાં દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ઈડીને નોટિસ ફટકારી છે. મની લોન્ડ્રિંગના આરોપોને પગલે અંદાજે એક વર્ષથી જેલમાં બંધ જૈનને હાઈકોર્ટે જામીન આપવાથી ઈન્કાર કરી દીધો હતો. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે જૈનની જામીન અરજી ખારીજ કરતા કહ્યું હતું કે જૈન પ્રભાવશાળી વ્યક્તિ છે અને તે સાક્ષીઓ અને પુરાવાઓને અસર પહોંચાડી શકે છે. જૈન હાલ જુન 2022થી તિહાડ જેલમાં બંધ છે.

ભાવનગરમાં કાર સાથે જીવતો સળગ્યો અમરેલીનો યુવાનઃ ચીસ સાંભળી લોકો પણ દોડ્યા… Video

2017માં CBIએ કર્યો હતો કેસ
24 ઓગસ્ટ 2017એ સીબીઆઈ (કેન્દ્રીય તપાસ એજન્સી) દ્વારા સત્યેન્દ્ર જૈન, પૂનમ જૈન, અજીત પ્રસાદ જૈન, સુનીલ કુમાર જૈન, વૈભવ જૈન અને અંકુશ જૈન સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની ઘણી કલમોને અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધાર પર ઈડીએ સત્યેન્દ્ર જૈન સામે મની લોન્ડ્રિંગની તપાસ શરૂ કરી હતી. હવાના દ્વારા રૂપિયાની લેવડદેવડ અર્થાત મની લોન્ડ્રિંગના આરોપોને પગલે અંદાજીત એક વર્ષથી જેલમાં બંધ જૈનને હાઈકોર્ટે જામીન આપવાનો નનૈયો પાઠવ્યો હતો. હવે આ મામલામાં સુપ્રીમ કોર્ટે ઈડીને નોટિસ ફટકારી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT