ધન લાભ, નોકરીમાં પ્રમોશન: શનિની સીધી ચાલના કારણે આ રાશિના જાતકોની ચમકી જશે કિસ્મત
Saturn Margi 2023 in Kumbh: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ન્યાયના દેવતા શનિની સ્થિતિમાં થોડો ફેરફાર પણ તમામ લોકોના જીવન પર મોટી અસર કરે છે. હાલ શનિ સ્વરાશિ…
ADVERTISEMENT
Saturn Margi 2023 in Kumbh: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ન્યાયના દેવતા શનિની સ્થિતિમાં થોડો ફેરફાર પણ તમામ લોકોના જીવન પર મોટી અસર કરે છે. હાલ શનિ સ્વરાશિ કુંભ રાશિમાં વક્રી ચાલ ચાલી રહ્યા છે. 4 નવેમ્બરથી શનિ ચાલ બદલીને માર્ગી થઈ રહ્યા છે. શનિની સીધી ચાલ મોટું જ્યોતિષીય પરિવર્તન છે. શનિની માર્ગી ચાલ ઘણી રાશિઓને નુકસાન પહોંચાડી શકે છે તો કેટલીક રાશિઓને મોટો લાભ પણ કરાવશે. શનિ 140 વર્ષ બાદ પોતાના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં માર્ગી થઈ રહ્યા છે. શનિની ચાલમાં આ મોટો ફેરફાર 3 રાશિના જાતકોની કિસ્મતને ચમકાવી દેશે અને તેમનું જીવન સુખ-સમૃદ્ધિથી ભરી દેશે. ચાલો જાણીએ શનિની સીધી ચાલથી કઈ રાશિના જાતકોને ફાયદો થશે.
તુલા રાશિ
શનિની માર્ગી ચાલ તુલા રાશિના જાતકોને ઘણો ફાયદો કરાવશે. આ લોકોની આર્થિક સ્થિતિમાં મોટો બદલાવ આવશે. આ લોકો ખૂબ પૈસા કમાશે. નવા-નવા સ્ત્રોતોથી આવક થશે. દેવામાંથી રાહત મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. કરિયરમાં કોઈ સુવર્ણ તક મળી શકે છે, જે તુલા રાશિના જાતકોને મોટું પદ, પ્રતિષ્ઠા અપાવશે. આ રાશિના જાતકો બુદ્ધિમત્તાના આધારે ઘણી ખ્યાતિ મેળવશે.
ધન રાશિ
ધન રાશિના લોકોની જૂની સમસ્યાઓનો અંત આવશે. તેઓ આર્થિક, પારિવારિક અને માનસિક સમસ્યાઓના સંદર્ભમાં ઘણી રાહત અનુભવશે. આ જાતકોને નોકરીમાં સારી ઓફર મળી શકે છે. આ જાતકોને વિદેશ જવાની તક પણ મળી શકે છે. ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે અને તમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી શકે છે. વેપાર માટે પણ સમય સારો છે. તમારું નેટવર્ક વધશે અને તમને મોટો નફો થશે. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત થશે.
ADVERTISEMENT
મકર રાશિ
મકર રાશિના જાતકો શનિની સીધી ચાલ થતા જ રાજ કરશે. તેમની કિસ્મત તેમને દરેક પગલા પર સાથ આપશે. તેમને ઘણા પૈસા મળશે. નવી નોકરીની શોધ પૂરી થશે. સાથે જ પ્રમોશન અને પગારમાં વધારો પણ મળશે. તમે ઉત્તમ પ્રદર્શન કરશો. ધંધાકીય બાબતોમાં પણ શનિની સીધી ચાલથી લાભ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને સમયાંતરે આર્થિક લાભ થવાની સંભાવના છે.
ADVERTISEMENT