ઉદ્ધવ જુથનો વ્યંગ: બસ હવે નીરવ મોદી- વિજય માલ્યા ભાજપમાં જોડાય એટલે મિશન પુર્ણ
મુંબઇ : મહારાષ્ટ્રમાં હાલના દિવસોમાં અજિત પવારના શિંદે સરકારમાં જોડાયા બાદથી રાજનીતિ ગરમાયેલી છે. એનસીપી અને શિવસેનાએ (UBT) અનેક વાર આ મુદ્દે ભાજપ અને કેન્દ્ર…
ADVERTISEMENT
મુંબઇ : મહારાષ્ટ્રમાં હાલના દિવસોમાં અજિત પવારના શિંદે સરકારમાં જોડાયા બાદથી રાજનીતિ ગરમાયેલી છે. એનસીપી અને શિવસેનાએ (UBT) અનેક વાર આ મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. આ કડીમાં શિવસેનાએ બુધવારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, હવે બસ મેહુલ ચોક્સી અને નીરવ મોદી તથા વિજય માલ્યાને જ ભાજપમાં જોડાવાનું બાકી રહી ચુક્યું છે.
ઉદ્ધવ ઠાકરે જુથના શિવસેનાના મુખપત્ર સામનાના નવા સંપાદકીય ભાજપ અને મહારાષ્ટ્ર સરકાર પર ભ્રષ્ટાચાર અને લૂંટમાં પણ સામેલ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. સામનામાં ઉદ્ધવ શિવસેનાએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં એક ફિલ્મ ચાલી રહી છે એક આખુ બે અડધા. જેનો અર્થ છે કે શિંદે મુખ્યમંત્રી અને બે ઉપ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી નેતા અજિત પવાર ઉપમુખ્યમંત્રી તરીકે મહારાષ્ટ્ર સરકારમાં જોડાઇ ચુક્યા છે. આઠ અન્ય રાકાંપા નેતાઓને પણ મંત્રી તરીકે જોડવામાં આવ્યા છે. અજિત પવાર સહિત એનસીપીના 9 માંથી 4 નેતા મની લોન્ડ્રિંગ મામલે આરોપોનો સામનો કરી રહ્યા છે. જેની તપાસ ઇડી દ્વારા કરવામાં આવી રહ્યો છે. અજિત પવાર ઉપરાંત છગન ભુજબલ અને હસન મુશ્રીફ સહિત 8 અન્ય એનસીપી ધારાસભ્યોએ એકનાથ શિંદે કેબિનેટમાં મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા.
ADVERTISEMENT
સામાનાના સંપાદકિયમાં દાવો કરવામાં આવ્યો કે, એનસીપીએ આ ઘટનાક્રમ પાછળ દિલ્હીની સુપર પાવરનો હાથ છે. ભારતીય જનતા પાર્ટી માટે ભ્રષ્ટાચાર, નૈતિકતા અનેલૂટનો કોઇ મુદ્દો નથી. ભાજપે મહારાષ્ટ્રમાં જે કર્યું છે, તેના માટે તેનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે. સામનામાં ચૂટકી લેતા કહ્યું કે, ભાજપમાં મેહુલ ચોક્સી, નીરવ મોદી અને વિજય માલ્યાને સમાવવાનુ બાકી છે. એકને પાર્ટીના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવવામાં આવશે, બીજાને નીતિ પંચમાં નિયુક્ત કરવામાં આવશે અને ત્રીજાને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર નિયુક્ત કરવામાં આવશે.
સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, 2014 ની વિધાનસભા ચૂંટણી પહેલા ફડણવીસે દાવો કર્યો હતો કે, અજિત પવાર કથિત સિંચાઇ ગોટાળામાં જેલ જશે. જો કે રાંકાપા નેતાએ તેમની હાજરીમાં મુખ્યમંત્રીપદના શપથગ્રહણ કર્યા હતા. આજે સીએમ શિંદે માટે ખુબ જ દુખદ સ્થિતિ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT