સવા 3 વર્ષ પછી જમ્મૂ-કશ્મીરમાં 370 કલમવાળા બદલાવને પડકારતી અરજીઓ પહોંચી સંવિધાન પીઠ સામે
સંજય શર્મા.નવી દિલ્હીઃ સવા ત્રણ વર્ષ થયા પછી જમ્મૂ અને કશ્મીરના પુનર્ગઠનની પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સંવિધાન પીઠ આગામી અઠવાડિયામાં સુનાવણી કરશે. સંવિધાનના અનુચ્છેદ 370…
ADVERTISEMENT
સંજય શર્મા.નવી દિલ્હીઃ સવા ત્રણ વર્ષ થયા પછી જમ્મૂ અને કશ્મીરના પુનર્ગઠનની પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સંવિધાન પીઠ આગામી અઠવાડિયામાં સુનાવણી કરશે. સંવિધાનના અનુચ્છેદ 370 અંતર્ગત જમ્મૂ-કશ્મીરના સ્પેશ્યલ સ્ટેટસને ખત્મ કરી દેવાના કેન્દ્ર સરકારના ત્રણ વર્ષ જુના નિર્ણયને પડકાર આપતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં પાચ જજની સંવિધાન પીઠ 11 જુલાઈએ સુનાવણી કરશે. સંવિધાન પીઠની આગાવાની ખુદ ચીફ જસ્ટીસ કરશે.
એક બે નહીં 20થી વધારે અરજીઓ થઈ
પીઠમાં સીજેઆઈ ડી વાય ચંદ્રચુડના સાથે જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત હશે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 370ની કેટલીક જોગવાઈઓને હટાવવાના કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને પડકાર આપનારી 20થી વધારે અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
વિશ્વનો સૌથી સસ્તો 4G ફોન, 999 રૂપિયામાં ફોન સાથે બધુ જ અનલિમિટેડ
2020માં 7 જજોની સંવિધાન પીઠ સામે ના મુકાયો મામલો
તેના પર ત્રણ વર્ષ ત્રણ મહિના પહેલા માર્ચ 2020માં સુનાવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જોકે ત્યારે કેટલાક અરજકર્તાઓની માગ હોવા છતા સુપ્રીમ કોર્ટના પાંચ જજોની સંવિધાન પીઠે આ અરજીઓને સાત જજોની સંવિધાન પીઠના સામે ના મોકલવાનો નિર્ણય કર્યો હતો. જે તે સમયે અરજકર્તાઓએ તર્ક આપ્યો હતો કે સુપ્રીમ કોર્ટના બે નિર્ણય- પ્રેમનાથ કોલ vs જમ્મૂ અને કશ્મીર રાજ્ય તથા સંપત પ્રકાશ vs જમ્મૂ અને કશ્મીર રાજ્ય- જે બાંચ ન્યાયાધીશોની પીઠ દ્વારા આપવામાં આવ્યા હતા અને અનુચ્છેદ 370ની વ્યાખ્યાથી સંબંધિત હતા તે પરસપર વિરોધાભાસી હતા.
ADVERTISEMENT
જોકે મામલાની સુનાવણી કરી રહેલા પાંચ જજની સંવિધાન પીઠે આ દલીલને એવું કહેતા ખારીજ કરી હતી કે બંને નિર્ણયો વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં સીજેઆઈ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડની આગેવાની વાળી પીઠ સામે પણ અરજીઓ પર જલ્દી સુનાવણીના માટે ઉલ્લેખ કરાયો હતો. સીજેઆઈએ ત્યારે કહ્યું હતું કે તે આને યાદીબદ્ધ કરીને ‘નિર્ણય લેશે’. આ નિર્ણય પીઠ નક્કી થયાના સાથે જ હવે થઈ જશે.
ADVERTISEMENT