ફિલ્મના શૂટિંગ દરમિયાન સંજય દત્ત થયા ઇજાગ્રસ્ત, ફિલ્મનું શૂટિંગ રોકી દેવાયુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: સંજય દત્ત બોલિવૂડમાં પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતા છે. તેણે હિન્દી સિનેમામાં એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે, પરંતુ અભિનેતાના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સંજય દત્ત શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયા છે.

સંજય દત્ત વિશે મળતી માહિતી અનુસાર, જ્યારે તે બોમ્બ બ્લાસ્ટ સીનનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેને ગંભીર ઈજાઓ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય દત્તને કોણી, હાથ અને ચહેરા પર ઘણી ઈજાઓ થઈ છે. આ ઘટના બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. સંજય ફાઈટ માસ્ટર ડૉ. રવિ વર્માની ફિલ્મ ‘KD: ધ ડેવિલ’ માટે ફાઈટ કમ્પોઝ કરી રહ્યા હતા/ આ દરમિયાન જ તેનો અકસ્માત થયો હતો. આ સમાચાર બાદ સંજયના ફેન્સ ખૂબ જ ચિંતિત થઈ ગયા છે. દરેક વ્યક્તિ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો: WhatsAppની પ્રાઈવસી પૉલિસી મામલે સરકારે કોર્ટને કહ્યુંઃ ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ તૈયાર છે’

ADVERTISEMENT

વિલનની ભૂમિકામાં હશે સંજય દત્ત
‘KGF ચેપ્ટર 1’ અને ‘KGF ચેપ્ટર 2’ પછી સંજય દત્ત ફરી એકવાર વિલનની ભૂમિકામાં જોવા મળશે. કન્નડ ફિલ્મ ‘કેડીઃ ધ ડેવિલ’માં સંજય દત્ત એક્શન હીરો ધ્રુવ સરજા સાથે વિલનની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ ધ્રુવ સરજાની ફિલ્મ ‘માર્ટિન’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT