અખિલેશ યાદવની સાયકલ યાત્રામાં સપા નેતા ઢળી પડ્યાં, હાર્ટ એટેકના કારણે ઘટના સ્થળે જ મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ : Heart Attack News : રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેક અને તેનાથી સતત વધી રહેલી મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અનેક યુવાનો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. જો કે હવે નેતાઓ પણ તેનાથી દુર નથી. આજે સમાજવાદી પાર્ટી તરફથી PDA સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ સાયકલ યાત્રા દરમિયાન પાર્ટીના એક નેતાની તબિયત બગડી હતી. તત્કાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવાયા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. સપા નેતાએ લખનઉમાં મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

મૃતક સપા નેતાનું નામ રવિ ભૂષણ રાજન યાદવ છે

મૃતક સપા નેતાનું નામ રવિ ભૂષણ રાજન યાદવ છે. તેઓ સપાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય હતા. અગાઉ કેકેસીના પૂર્વ વિદ્યાર્થી અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. રવિ ભૂષણની હાર્ટ એટેકના કારણે મોતની પૃષ્ટિ થઇ છે. સાયકલ યાત્રા દરમિયાન અચાનક તેમની તબિયત બગડી હતી. અખિલેશ યાદવ પોતે તેમને મેદાંતામાં દાખલ કરવા માટે પહોંચ્યા હતા. જો કે સારવાર દરમિયાન રાજનનું નિધન થઇ ગયું.

અખિલેશ યાદવ પોતે નેતાને હોસ્પિટલ લઇને પહોંચ્યા

રવિ ભૂષણ રાજનના નિધનથી સમાજવાદી પાર્ટીમાં શોકની લહેર દોડી ગઇ. પાર્ટીના નેત નેતાઓએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. મળતી માહિતી અનુસાર રવિ ભૂષણ પણ અખિલેશની PDA સાયકલ યાત્રામાં જોડાયા હતા. ત્યારે તો એકદમ ઠીકઠાક હતા. જો કે અચાનકથી તેમની તબીયત બગડી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT