સલમાન-શાહરૂખ કે આમિર ત્રણેય ખાનમાંથી કોણ સૌથી વધારે અમીર? જાણો કોની પાસે કેટલી સંપત્તી અને કેટલા ધંધા
મુંબઇ : શાહરૂખ, સલમાન અને આમિર ખાને એક પછી એક મોટા પડદા પર વાપસી કરી છે. અમિર ખાનની કમબેક ફિલ્મ લાલસિંહ ચડ્ઢા બોક્સ ઓફીસ પર…
ADVERTISEMENT
મુંબઇ : શાહરૂખ, સલમાન અને આમિર ખાને એક પછી એક મોટા પડદા પર વાપસી કરી છે. અમિર ખાનની કમબેક ફિલ્મ લાલસિંહ ચડ્ઢા બોક્સ ઓફીસ પર ફ્લોપ સાબિત તઇ હતી. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફીસ પર અનેક હિન્દી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા. જ્યારે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાન થોડા દિવસોમાં સિનેમાઘરોમાં આવવાની રાહ જોવાઇ રહી છે. જો કે આવા સમયે ત્રણેયમાંથી નેટવર્થ અંગેનો એક અભ્યાસ કરીશું. નેટવર્થ બાબતે કોણ સૌથી આગળ છે તે જોઇશું.
શાહરુખ ખાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોલિવુડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનની હાલની નેટવર્થ 5592 કરોડ રૂપિયા છે. ફિલ્મોમાં અભિનય કરવા ઉપરાંત શાહરુખ ખાન અનેક પ્રકારે કમાણી કરે છે. એક્ટિંગ ઉપરાંત શાહરૂખ ખાન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ પર્ફોમન્સ દ્વારા કમાણી કરે છે. તેઓ લગ્નો તથા અન્ય કાર્યક્રમોમાં પણ હાજર રહેવાના કરોડો રૂપિયા કમાણી કરે છે. આ ઉપરાંત શાહરુખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પાસે અનેક બોલિવુડની ફિલ્મોના રાઇટ્સ છે.
સલમાન ખાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાનની નેટવર્થ શાહરૂખ ખાન કરતા અડધી છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે સમયે સલમાન ખાન કુલ 2550 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન એક્ટિંગ કરવા ઉપરાંત ફિલ્મ પ્રોડક્શન દ્વારા પણ મોટી કમાણી કરે છે. આ ઉપરાંત સ્ટેજ પર્ફોમન્સ અને બિગ બોસ જેવા રિયાલિટી શો થકી પણ સારી એવી કમાણી કરે છે. સલમાન ખાનનું રિયલ એસ્ટેટમાં પણ ખુબ જ મોટું રોકાણ છે.
ADVERTISEMENT
આમિર ખાન
આમિર ખાનની સંપત્તી મુદ્દે શાહરૂખ ખાન અને સલમાન કરતા ખુબ જ પાછળ છે. રિપોર્ટ અનુસાર તેની 1562 કરોડ રૂપિયાની સંપત્તીનો માલિક છે. આમિર ખાન ફિલ્મોમાં અભિનય ઉપરાંત વિવિધ પ્રોડક્ટની જાહેરાતો પણ કરે છે. તે એક ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા વસુલે છે. જ્યારે એક એડ માટે 10થી 12 કરોડ રૂપિયા લે છે. આ ઉપરાંત તે ફિલ્મોના પ્રોફિટમાં પણ હિસ્સાની શરતે કામ કરે છે.
ADVERTISEMENT