સલમાન રશ્દીની સ્થિતિ અત્યંત નાજુક, બોલી નથી શકતા, એક આંખ ગુમાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ન્યૂયોર્ક : ભારતીય મુળના બ્રિટિશ લેખક પર જીવલેણ હુમલો કર્યો હતો. હાલ તો તેઓની સ્થિતિ ખુબ જ નાજુક છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હુમલો કરનાર વ્યક્તિ એટલો જનુની અને વેલટ્રેઇન્ડ હતો કે, એવા નાજુક ભાગ પર હુમલા કર્યા છે કે બચવાની શક્યતાઓ નહીવત્ત થઇ જાય. તેમની આંખ પર, ગળામાં ધોરીનસ નજીક અને હથેળીની નસ પણ તેણે કાપી નાખી છે.

ખુબ જ સમજી વિચારીને અંગો પર પ્રહાર કરવામાં આવ્યા
જીવલેણ હુમલા બાદથી છેલ્લા 12 કલાકથી ભારતીય મૂળના બ્રિટિશ-અમેરિકન લેખક એવા સલમાન રશ્દી વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યા છે. તેમની સ્થિતિ નાજુક દર્શાવવામાં આવી રહી છે. રશ્દીના એજન્ટ એન્ડ્રુ યીલે જણાવ્યું કે તેઓ બિલકુલ બોલી નથી શકતા અને તેમની એક આંખ પણ જઈ શકે છે. તેમના લિવરમાં પણ ગંભીર ઈજા પહોંચી છે. આ સાથે જ હાથની નસ પણ કાપવામાં આવી છે. જેના કારણે ખુબ જ લોહી વહી ગયું છે.

તત્કાલ એરલિફ્ટ કરી હોસ્પિટલ ખસેડાયા
શુક્રવારે રશ્દીના એક લાઈવ કાર્યક્રમ દરમિયાન 24 વર્ષના હાદી માતરે તેમના પર હુમલો કર્યો છે. માતરે તેમના ગળામાં 10-15 વાર ચપ્પાથી હુમલો કર્યો છે. ત્યાર પછી રશ્દીને એરલિફ્ટ કરીને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ ખુબ જ નાજુક છે. તેઓને બચાવવા માટે ડોક્ટર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોક્ટરે અમેરિકન મીડિયા સાથેની વાતચીતમાં જણઆવ્યું કે, રશ્દીના ગળા અને પેટ પર ચપ્પુના ઘા છે અને તેમની સર્જરી કરાઇ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT