Salman khan ના નામે થઈ રહ્યો છે સ્કેમ, પ્રોડક્શન હાઉસે લોકોને કર્યા Alert!

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • સલમાનના નામે સાયબર ઠગો થયા એક્ટિવ
  • સલમાન ખાન ફિલ્મ્સે જાહેર કર્યું નિવેદન
  • એડવાઈઝરી જારી કરીને લોકોને એલર્ટ કર્યા

સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ સલમાન ખાન ફિલ્મ્સ (SKF)એ એક નિવેદન જાહેર કરીને લોકોને એલર્ટ કર્યા છે. પ્રોડક્શન હાઉસે કહ્યું કે તેઓ હાલમાં કોઈ ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યા નથી. કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે. સાથે જ આવા લોકો સામે કડક એક્શન લેવાની પણ વાત કહેવામાં આવી છે.

SKF નથી કરી રહ્યું કાસ્ટિંગ

સલમાન ખાન પ્રોડક્શન હાઉસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલા ટ્વિટ પરથી એ સ્પષ્ટ થાય છે કે તેઓ હાલમાં કોઈ ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યા નથી. પ્રોડક્શન હાઉસને એવું જાણવા મળ્યું છે કે કેટલાક લોકોને SKFના બેનર હેઠળ બની રહેલી ફિલ્મને લઈને કાસ્ટ કરવાની વાત કહેવામાં આવી છે. આ કાસ્ટિંગમાં સલમાન ખાનના નામનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનેતાનું નામ બદનામ ન થાય એટલા માટે ટીમે ટ્વિટર પર એક એડવાઈઝરી જારી કરીને લોકોને એલર્ટ કર્યા છે.

ADVERTISEMENT

અમે કોઈ કાસ્ટિંગ કરી રહ્યા નથીઃ SKF

પ્રોડક્શન ટીમે લખ્યું કે, એ સ્પષ્ટ કરી દઈએ કે સલમાન ખાન અને સલમાન ખાન ફિલ્મ્સ હાલમાં કોઈ કાસ્ટિંગ કરી રહ્યા નથી. અમે અમારી ભવિષ્યની કોઈપણ ફિલ્મ માટે કોઈ કાસ્ટિંગ એજન્ટ હાયર કર્યા નથી. તમને આનાથી સંબંધિત કોઈપણ ઈમેઈલ અથવા મેસેજ આવે તો તેના પર વિશ્વાસ કરશો નહીં. SKF અથવા સલમાન ખાનના નામનો ખોટો ઉપયોગ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

SKF ના બેનર હેઠળ બની ચૂકી છે મોટી ફિલ્મો

જોકે, આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાનની ટીમ દ્વારા આવો કોઈ એલર્ટ મેસેજ આપવામાં આવ્યો હોય. ગયા વર્ષે પણ કંપનીએ સલમાનના નામે ફેક કોલ કરનારાઓ સામે એક્શન લીધું હતું અને લોકોને ચેતવણી આપી હતી. તમને જણાવી દઈએ કે, સલમાન ખાનના બેનર હેઠળ ઘણી હિટ ફિલ્મો બની છે. જેમાં બજરંગી ભાઈજાન, દબંગ ફ્રેન્ચાઈઝી, હીરો, ટ્યુબલાઈટ, નોટબુક, લવયાત્રી, ભારત, કાગઝ, રાધેનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT