શૂટિંગ દરમિયાન ઘાયલ થયો સલમાન ખાન, ફોટો શેર કરી જાણો શું લખ્યું

ADVERTISEMENT

શૂટિંગ દરમિયાન ઘાયલ થયો સલમાન ખાન, ફોટો શેર કરી જાણો શું લખ્યું
શૂટિંગ દરમિયાન ઘાયલ થયો સલમાન ખાન, ફોટો શેર કરી જાણો શું લખ્યું
social share
google news

નવી દિલ્હી: સલમાન ખાન હાલમાં જ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી શક્યો નથી. આ ફિલ્મ બાદ સલમાન ખાન તેની આગામી ફિલ્મ ટાઈગર 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે સલમાન ખાન શૂટિંગ દરમિયાન ઘાયલ થયો છે.

ટાઇગર 3 નું શૂટિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મમાં શાહરૂખ ખાન પઠાણ અને સલમાન ખાન ટાઇગરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં એક જબરદસ્ત બાઇક સીન જોવા મળશે, જેમાં બંને બાઇકનો પીછો કરતા જોવા મળશે. જ્યારે પઠાણમાં આ બંને સાથે ટ્રેનમાં એક એક્શન સીન શૂટ કરવામાં આવ્યો હતો. શૂટિંગ દરમિયાન સલમાનખાન ઇજાગ્રસ્ત થયો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી માહિતી આપી છે.

જાણો શું લખ્યું છે પોસ્ટમાં
સોશિયલ મીડિયા પોસ્ટમાં સલમાન ખાને ખુલાસો કર્યો કે તેને તેના ડાબા ખભામાં ઈજા થઈ છે. સલમાન ખાનના ખભા અને પીઠ પર પાટો બાંધતો જોવા મળ્યો હતો કારણ કે તેણે શર્ટલેસ પોઝ આપ્યો હતો. તેણે આ તસવીરને કેપ્શનમાં લખ્યું છે કે, “જ્યારે તમને લાગે છે કે તમે દુનિયાનું વજન તમારા ખભા પર લઈ રહ્યા છો, ત્યારે તે કહે છે કે દુનિયા છોડી દો અને પાંચ કિલોનો ડમ્બેલ ઉઠાવીને બતાવો. ટાઈગર ઘાયલ છે.

ADVERTISEMENT

ટાઈગર ફ્રેન્ચાઈઝી યશ રાજની સ્પાય યુનિવર્સનો એક ભાગ છે. અત્યાર સુધી આ સીરિઝના બે ભાગ આવી ચૂક્યા છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. વર્ષ 2017માં રિલીઝ થયેલી ટાઈગર ઝિંદા હૈમાં સલમાન ખાન જબરદસ્ત એક્શન કરતો જોવા મળ્યો હતો. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. ડોમેસ્ટિક ટિકિટ બારી પર પણ આ ફિલ્મ 300 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી.હવે લાંબા સમય બાદ આ ફ્રેન્ચાઈઝીની ફિલ્મમાં સલમાન ફરી એકવાર જોવા મળવાનો છે. જોકે, આ વખતે તેનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર નહીં પરંતુ મનીષ શર્મા કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખનો પણ એક રોયલ હશે, જેને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. મળતી માહિતી મુજબ દિવાળીની આસપાસ ફિલ્મને રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT