Salman Khan Firing Case: સેકન્ડ હેન્ડ બાઈક ખરીદી...સલમાનના ઘરની કરી રેકી, મુંબઈ પોલીસની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

ADVERTISEMENT

Salman Khan Firing Case
સલામાન ખાનના ઘર પર ફાયરિંગ
social share
google news

Salman Khan Firing Case: રવિવારે સલમાન ખાનના ઘરે બે બાઈક સવારોએ ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં હવે મુંબઈ પોલીસને મોટી લીડ હાથ લાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરો જે બાઈકથી આવ્યા હતા, તે બાઈકના માલિક સુધી મુંબઈ પોલીસની ટીમ પહોંચી ગઈ છે. બાઈકના માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે જે બાઈકથી શૂટરો આવ્યા હતા, તે બાઈકનો માલિક રાયગઢ જિલ્લાનો રહેવાસી છે. હુમલાખોરોએ તે વ્યક્તિ પાસેથી સેકન્ડ હેન્ડ બાઇક ખરીદી હતી.

આ સવાલોના ન મળ્યા જવાબ

બાઈકના માલિકે ખુલાસો કર્યો છે કે તેમે આ બાઈક થોડા સમય પહેલા જ હુમલાખોરોને વેચી દીધી હતી. પરંતુ આરોપીઓ બાઈક માલિક સુધી કોના રેફ્રન્સથી પહોંચ્યા? તે બાઈક વેચવાની છે તેની જાણકારી કોણે આપી હતી?  બાઈક માલિક સાથે કેવી રીતે પરિચય થયો? કોઈ વચેટિયો હતો? ડાયરેક્ટ સીધી બહારની વ્યક્તિને બાઈક કેવી રીતે અને શા માટે વેચવામાં આવી? આ અંગે પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Lok Sabha Elections: જૂનાગઢના રાજેશ ચુડાસમા બનશે કેન્દ્રીય મંત્રી? સ્ટેજ પરથી બ્રિજરાજદાન ગઢવીએ કર્યો મોટો ખુલાસો

 

આ પણ વાંચો

ADVERTISEMENT

ફાયરિંગ કરતા પહેલા રેકી 

મુંબઈ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી રહેતા હતા. બાઈક ખરીદ્યા બાદ તેઓએ સલમાનના ઘરની બહાર ઘણી વખત રેકી પણ કરી હતી. રેકી દરમિયાન પણ હુમલાખોરો તે બાઈક પર આવતા હતા. આરોપીઓએ રેકી માત્ર સલમાન ખાનના ઘરે ફાયરિંગ જ નહીં, પરંતુ બાંદ્રાથી નીકળવા દરેક રસ્તા પર પણ કરી હતી, ખાસ કરીને જે રસ્તાઓ સુમસાન રહેતા હતા. આથી તેઓએ માઉન્ટ મેરી ચર્ચ રોડ પસંદ કર્યો જ્યાંથી તેઓએ સરળતાથી બાઈક પાર્ક કરી અને પછી ફરાર થઈ ગયા.

આ પણ વાંચોઃ Salman Khan ને ફરી મળી ધમકી, વાયરલ પોસ્ટમાં લખ્યું- છેલ્લી ચેતવણી! હવે ઘર પર ગોળી નહીં ચાલે

 

ADVERTISEMENT

ઓટો ડ્રાઈવર રડાર પર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફરાયરિંગ કર્યા પછી, જ્યારે આરોપીઓ માઉન્ટ મેરી પહોંચ્યા, ત્યારે તેઓ બાઈક છોડીને ઓટો લઈને બાંદ્રા ગયા અને પછી ટ્રેન લઈને સાંતાક્રુઝ સ્ટેશન પર ઉતર્યા. ત્યાંથી ફરી એક ઓટો લઈને વાકોલા ગયા, પરંતુ પોલીસ હજુ સુધી વાકોલાથી આગળની હિલચાલ શોધી શકી નથી. સલમાન ખાન સાથે જોડાયેલો આ કેસ હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની 10 લોકોની ટીમને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT