ગેંગસ્ટરોની ધમકીથી ડર્યા ‘ભાઈ જાન’, ભારતમાં પણ લોન્ચ ન થયેલી મોંઘી દાટ બુલેટપ્રૂફ કાર મગાવી લીધી
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને એક પછી એક ધમકીઓ મળી રહી છે. તાજેતરમાં જ અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. જે બાદ…
ADVERTISEMENT
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને એક પછી એક ધમકીઓ મળી રહી છે. તાજેતરમાં જ અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. જે બાદ મુંબઈ પોલીસે અભિનેતાની સુરક્ષા વધારી દીધી હતી. દબંગ ખાને સતત મળી રહેલી ધમકીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. તેણે એક નવી બુલેટપ્રૂફ કાર ખરીદી છે.
સલમાનની નવી બુલેટપ્રૂફ કાર
સલમાને તેના વાહનોના કાફલામાં નિસાન પેટ્રોલ એસયુવીનો ઉમેરો કર્યો છે. હજુ સુધી, આ કાર ભારતીય બજારમાં પણ લોન્ચ કરવામાં આવી નથી. તેના તરફથી તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અભિનેતાએ નિસાન પેટ્રોલ એસયુવી આયાત કરી છે. તેને દક્ષિણ એશિયાના બજારમાં સૌથી લોકપ્રિય અને મોંઘી એસયુવી માનવામાં આવે છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી આ બુલેટપ્રૂફ વાહન ખૂબ જ ખાસ છે.
ફોર્ચ્યુનરથી પણ ડબલ પાવર જનરેટ કરે છે કાર
સલમાન ખાનની જેમ તેની SUV પણ ખૂબ જ પાવરફુલ છે. નિસાન પેટ્રોલમાં, કંપનીએ 5.6-લિટર V8 પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે જે 405hp પાવર અને 560Nm ટોર્ક જનરેટ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ SUVનું એન્જિન Toyota Fortuner કરતાં બમણું પાવર આઉટપુટ આપે છે. તેનું એન્જિન 7-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે, જે ફોર-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે આવે છે.
ADVERTISEMENT
સેફ્ટી માટે કારમાં શું ખાસ ફીચર્સ છે?
સેફ્ટી તરીકે કારમાં હિલ ડિસેન્ટ કન્ટ્રોલ, રીઅર સીટ બેલ્ટ, લેન ડિપાર્ચર વોર્નિંગ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, લિમિટેડ સ્લિપ ડિફરન્શિયલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, એરબેગ્સ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ, સાઇડ ઇમ્પેક્ટ પ્રોટેક્શન સિસ્ટમ (SIPS), બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન (BSD), હિલ હોલ્ડ કંટ્રોલ, પાર્કિંગ સેન્સર્સ જેવા કે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ટ્રેક્શન કંટ્રોલ, એન્જિન ઇમોબિલાઇઝર, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન સાથે એન્ટી થેફ્ટ એલાર્મ ( EBD) ઉપલબ્ધ છે.
ધમકીભર્યા ઈ-મેઇલમાં શું લખ્યું હતું?
18 માર્ચે સલમાન ખાનને ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હતો. આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. પોલીસે લોરેન્સ અને ગોલ્ડી બ્રાર વિરુદ્ધ FIR નોંધી હતી. મેઇલમાં લખ્યું હતું- ‘ગોલ્ડી બ્રારને તમારા બોસ એટલે કે સલમાન ખાન સાથે વાત કરવી છે. તેણે ઈન્ટરવ્યુ જોયો હશે, જો તમે ના જોયો હોય તો તેને જોવા માટે કહો. જો તમારે મામલો બંધ કરવો હોય તો વાત કરાવી દો. મેં તમને સમયસર જાણ કરી દીધી છે, આગલી વખતે તમને ઝટકો જોવા મળશે…’
ADVERTISEMENT
લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે આપી હતી સલમાનને ધમકી
લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે દબંગ ખાનને પોતાનો નિશાન બનાવ્યા છે. બંને તરફથી સલમાનને ધમકીઓ મળવાની પ્રક્રિયા ચાલુ છે. તેઓએ સલમાનના ઘર અને ફાર્મહાઉસની રેકી પણ કરાવી છે. ઘણી વખત તેઓએ સલમાન પર હુમલો કરવાની યોજના બનાવી, હથિયારો ખરીદ્યા, ફાર્મહાઉસના ગાર્ડ સાથે મિત્રતા કરી… પરંતુ અભિનેતાની કડક સુરક્ષા કે અન્ય કારણોસર, ગુંડાઓની યોજના તેના અંત સુધી પહોંચી શકી નહીં. લોરેન્સ બિશ્નોઈની માંગ છે કે સલમાન ખાન તેની અને તેના સમુદાયની માફી માંગે. કારણ કે કાળા હરણ શિકાર કેસમાં સલમાનનું નામ આવ્યું હતું. તેથી જ તે અભિનેતાથી નારાજ છે અને દબંગ ખાનને પાઠ ભણાવવા માંગે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT