વડાપ્રધાન કરતા વધારે પગાર, ધરપકડ પણ નથી થઇ શકતી જાણો કેવો દબદબો હોય છે રાજ્યપાલનો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રવિવારે મોટો ફેરફાર કરી દીધો. એક સાથે 12 રાજ્યોના રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલોને બદલી દીધા હતા. રાષ્ટ્રપતિ ઓફીસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે, દ્રોપદી મુર્મૂ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને લદ્દાખના ઉપ રાજ્યપાલ આર.કે માથુરનું રાજીનામું મંજૂર કરી લીધું છે. ઝારખંડના રાજ્યપાલ રહેલા રમેશ બૈસને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બીજી તરફ અરૂણાચલના રાજ્યપાલ રહેલા બ્રિગેડિયર બીડી મિશ્રા (રિટાયર્ડ)ને હવે લદ્દાખના એળજી નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિએ સાત રાજ્યના રાજ્યપાલોને બીજા રાજ્યોમાં નિયુક્ત કર્યા છે,જ્યારે પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિયુક્તિ કરી છે. તેવામાં એ જાણવું જરૂરી છે કે, રાજ્યપાલનું પદ કેટલું જરૂરી છે? રાજ્યપાલ પાસે શું શક્તિઓ છે? રાજ્યપાલને દર મહિને કેટલી સેલેરી મળે છે? જો કે તે પહેલા તેઓ જાણે છે કે ફેરફારથી 12 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં શું બદલ્યું?

રાજ્યપાલ પાસે શું શક્તિઓ હોય છે?
– રાજ્યપાલ મુખ્યમંત્રીની નિયુક્તિ કરે છે. મુખ્યમંત્રીની સલાહ પર મંત્રિપરિષદની રચના કરે છે. મંત્રિપરિષદની સલાહ પર જ કામ કરે છે.
– રાજ્યપાલ રાજ્યની તમામ યુનિવર્સિટીના ચાન્સેલર હોય છે રાજ્યના એડ્વોકેટ જનરલ, લોક સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિયુક્તિ પણ રાજ્યપાલ કરે છે.
– રાજ્યપાલની અનુમતિ વગર ફાઇનાન્સ બિલને વિધાનસભામાં રજુ કરવામાં આવી શકે નહી. કોઇ પણ બિલ રાજ્યપાલની અનુમતી વગર કાયદો નથી બનતો. રાજ્યપાલ ઇચ્છે તો બિલ અટકાવી પણ શકે છે અથવા રાષ્ટ્રપતિ પાસે મોકલી આપે છે.
– જો કે રાજ્યપાલની તરફથી જો બિલને પરત આપી દેવામાં આવે છે અને બિલ કોઇ સંશોધન વગર વિધાનસભામાં પાસ થઇ જાય છે તો રાજ્યપાલ તે બિલને અટકાવી શકતા નથી. પછી તેમણે તેને મંજૂરી આપવી જ પડે છે.

ADVERTISEMENT

કેટલો પગાર મળે છે?
– તમામ રાજ્યોના રાજ્યપાલને દર મહિને 3લાખ50 હજાર રૂપિયાની સેલેરી મળે છે. જ્યારે વડાપ્રધાનને પ્રતિમાસ 1 લાખ રૂપિયાની સેલેરી મળે છે. જ્યારે રાષ્ટ્રપતિને 5 લાખ રૂપિયા અને ઉપરાષ્ટ્રપતિને 4 લાખ સેલેરી મળે છે.
– સેલેરી ઉપરાંત રાજ્યપાલોને અનેક પ્રકારના ભથ્થાઓ પણ ળે છે. જે દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. તેમને લીવ એલાઉન્સ પણ મળે છે. જો રાજ્યપાલ રજા પર જાય તો તેનુ પણ ભથ્થુ મળે છે.
– સરકારી આવાસની દેખભાળ અને જાળવણી માટે પણ ભથ્થુ આપવામાં આવે છે. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ફ્રી મેડિકલ કેર પણ આપવામાં આવે છે.
– આટલું જ નહી જો રાજ્યપાલ કોઇ કામ માટે ગાડીની જરૂર પડે તો તેને મફતમાં ભાડે પણ લઇ શકે છે. તેમના અને તેમના પરિવારને વેકેશન માટે ટ્રાવેલિંગ એલાઉન્સ પણ મળે છે. આ ઉપરાંત બીજા પણ અનેક પ્રકારના ભથ્થાઓ મળે છે.

રાજ્યપાલની ધરપકડ કરી શકાતી નથી
– કોડ ઓફ સિવિલ પ્રોસિજરની કલમ 135 હેઠળ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, લોકસભા અને રાજ્યસભાના સભ્ય, મુખ્યમંત્રી, વિધાનસભા અને વિધાનપરિષદના સભ્યોને ધરપકડથી છુટ મળે છે. આ છુટ માત્ર સિવિલ કેસ માટે જ હોય છે. ક્રિમિનલ કેસ માટે નહી.
– આ કલમ હેઠળ સંસદ અથવા વિધાનસભા કે વિધાન પરિષદના કોઇ પણ સભ્યની ધરપકડ અથવા હિરાસતમાં લેવાનો હોય તો સદનના અધ્યક્ષ અથવા સભાપતિ પાસેથી મંજુરી લેવી જરૂરી છે. ધારા તેવું પણ કહે છે કે, સ્રના 40 દિવસ પહેલા અને તે દરમિયાન તેના 40 દિવસ બાદ આ તક ના તો કોઇ સભ્યની ધરપકડ કરી શકાય છે ન તો હિરાસતમાં લઇ શકાય છે.
– એટલું જ નહી સંસદ પરિસર કે વિધાનસભા પરિસદ કે વિધાન પરિષદના પરિસરની અંદર પણ કોઇ સભ્યોની ધરપકડ અથવા હિરાસતમાં ન લઇ શકે કારણ કે અધ્યક્ષ અથવા સભાપતિનો આદેશ ચાલે છે. જો કે વડાપ્રધાન સંસદના અને મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય હોય છે, એટલા માટે તેમના પર આ નિયમ લાગુ નથી થતો.
– જો કે સંવિધાનના અનુચ્છેદ 361 હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને છુટ આપવામાં આવી છે. જેના હેઠળ રાષ્ટ્રપતિ અથવા કોઇ રાજ્યપાલને પદ પર રહેવા દરમિયાન ધરપકડ કે હિરાસતમાં લઇ શકાતો નથી. કોઇ કોર્ટ તેમની વિરુદ્ધ આદેશ પણ જાહેર કરી શકતી નથી. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સિવિલ અને ક્રિમિનલ બંન્ને કેસમાં છુટ મળે છે. જો કે પદથી હટ્યા બાદ તેને કસ્ટડીમાં લઇ શકાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT