સાક્ષીએ સંન્યાસ લીધો મે પણ સંન્યાસ લઇ લીધો વાત ખતમ… કુશ્તી સંઘ પર એક્શન બાદ બોલ્યા બૃજભૂષણ

ADVERTISEMENT

Sakshi and rijbhushan
Sakshi and rijbhushan
social share
google news

નવી દિલ્હી : યૌન શોષણના આરોપો અંગે બૃજભૂષણ શરણ સિંહે કહ્યું કે, તેઓ 11 મહિનાથી આવી કહી રહ્યા છે કહેવા દો, મામલો કોર્ટમાં છે. તેમાં સતત રાજનીતિ થઇ રહી છે અને અમે તો તેને સહી જ રહ્યા છીએ. સાક્ષીએ પણ સન્યાસ લઇ લીધો, અમે પણ સન્યાસ લઇ લીધો વાત ખતમથઇ.

ભાજપ સાંસદ અને કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહે રવિવારે એક પત્રકાર પરિષદ કરીને તમામ સવાલોના જવાબ આપ્યા. ગોંડામાં રેસલિંગ ચેમ્પિયનશિપ કરાવવાના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, દરેક ફેડરેશનના લોકોએ હાથ ઉંચા કરી દીધા કે અમે તેને ચલાવી શકીએ તેમ નથી. 15-20 વર્ષના બાળકોનું ભવિષ્ય ખરાબ ન હોય એટલા માટે આ ટૂર્નામેન્ટને નંદનીનગરમાં કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. ચાર દિવસમાં ટૂર્નામેન્ટ કરાવવાનો હતો. દેશના તમામ 25 ફેડરેશનોએ હાથ ઉંચા કરી દીધા અને 31 ડિસેમ્બર સુધીમાં આ ટૂર્નામેન્ટ કરાવવાની હતી.

સરકારને કરી અપીલ

અમારી પાસે નંદનીનગરમાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તમામ ફેડરેશનોએ આ અંગે પોતાની સંમતી વ્યક્ત કરી. હજી પણ સરકારને અપીલ કરી છું કે તેઓ ટૂર્નામેન્ટને પોતાની દેખરેખમાં કરાવે.મે 12 વર્ષમાં કેવું કામ કર્યું તેનું મુલ્યાંકન મારુ કામ કરશે. હું કુશ્તીમાંથી સન્યાસ લઇ ચુક્યો છું. હવે આ પસંદગી પામેલા લોકો પોતાનો નિર્ણય લેશે. મારે લોકસભા ચૂંટણી આવી રહી છે તેની તૈયારી કરવાની છે. જે નવું ફેડરેશન આવી રહ્યું છે તે નક્કી કરશે કે તેને કોર્ટમાં જવું છે કે સરકાર સાથે વાત કરવી છે.

ADVERTISEMENT

પોસ્ટરમાં અહંકાર સ્પષ્ટ દેખાઇ રહ્યા છે

પોતાના ઘરની બહાર લગાવાયેલા પોસ્ટરો અનેજેપી નડ્ડા સાથે મુલાકાત અંગે પ્રતિક્રિયા આફતા તેમણેક હ્યું કે, ચૂંટણી આવી રહી છે. હું ગમે તેને મળી શકું છું. નડ્ડા જી અમારા નેતા છે અને તેમની સાથે મુલાકાત કરતો રહીશ. પરંતુ પહેલવાનો અંગે કંઇ પણ વાત નથી થઇ. મને લાગ્યું કે, આ પોસ્ટરમાં અહંકારની વાસ આવી રહી છે માટે પોસ્ટરને હટાવી દીધું.

જે કાંઇ પણ કરવાનું છે તે નવા ફેડરેશને કરવાનું છે

નવા ફેડરેશન અંગે બૃજભૂષણે કહ્યુ કે, મે તમને જણાવી દીધું કે હું 21 ડિસેમ્બરે જ કુશ્તી સાથેનો પોતાનો સંબંધ તોડી ચુક્યો છું. લોકતાંત્રિક રીતે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં નવી બોડીની પસંદગી થઇ છે. હવે શું કરવાનું છે, શું નવી બોડી હવે તમામ નિર્ણયો લેશે. હું નવા પદાધિકારીઓ પાસે ઇચ્છીશ કે તેઓ પોતાની ઓફીસની પસંદગી કરે. સંજયસિંહ ભૂમિહાર છે અને હું ક્ષત્રિય છું. બંન્નેમાં મિત્રતા પણ ન હોઇ શકે.

ADVERTISEMENT

કેસરગંજમાંથી જ ચૂંટણી લડું તે મારી ઇચ્છા

પોતાના ફ્યૂચર પ્લાન અંગે જણાવતા બૃજભૂષણ શરણસિંહે કહ્યું કે, હું બલરામપુર, ગોંડા અને કેસરગંજથી ચૂંટણી જીતી ચુક્યો છું. કેસરગંજમાં મારુ ઘર છે. મારી ઇચ્છા છે કે હું મારા હોમગ્રાઉન્ડમાંથી ચૂંટણી લડુ, બાકીનો નિર્ણય પાર્ટી કરશે. યૌનશોષણના આરોપો અંગે બૃભૂષણે કહ્યું કે, તેઓ 11 મહિનાથી આવું કહી રહ્યા છે તેમને કહેવા દો, મામલો કોર્ટમાં છે. તેમાં સતત રાજનીતિ થઇ રહી છે જે હું 11 મહિનાથી સહી રહ્યો છું. સાક્ષીએ પણ સન્યાસ લઇ લીધો, મે પણ સન્યાસ લઇ લીધો, વાત ખતમ… મારી પાસે બીજા ઘણા કામ છે. હું પોતાનું કામ કરીશ અને મારી ચૂંટણી પર ધ્યાન આપીશ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT