રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક, આંદોલનથી પાછા ખસવાનો ઈનકાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે સતત વિરોધ કરી રહેલા કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ રેલ્વેમાં તેમની નોકરી પર પાછા ફર્યા છે. જોકે, સાક્ષી મલિકે કુસ્તીબાજોના આંદોલનમાંથી ખસી જવાના સમાચારને નકારી કાઢ્યા છે. સાક્ષી મલિક કહે છે કે સત્યાગ્રહની સાથે સાથે હું રેલવેમાં મારી જવાબદારી પણ નિભાવી રહી છું.

વાસ્તવમાં, એવા અહેવાલો હતા કે સાક્ષી મલિકે કુસ્તીબાજોના આંદોલનમાંથી પીછેહઠ કરી છે. જો કે સાક્ષી મલિકે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે ન્યાયની લડાઈમાં અમારામાંથી કોઈ પીછેહઠ કરી નથી અને પીછેહઠ કરશે નહીં. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. આ પહેલા સાક્ષી મલિકના પતિ સત્યવ્રત કડિયાને પણ આંદોલનમાંથી ખસી જવાના સમાચારને નકારી કાઢ્યા હતા.

ADVERTISEMENT

વાસ્તવમાં, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો માંડ્યો હતો. આ કુસ્તીબાજો 23 એપ્રિલથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રેસલર્સે બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા જાન્યુઆરીમાં પણ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ સામે ધરણા કર્યા હતા. જોકે, ખેલ મંત્રાલયના હસ્તક્ષેપ બાદ કુસ્તીબાજો પરત ફર્યા હતા.

બ્રિજ ભૂષણ સામે 7 મહિલા કુસ્તીબાજોએ નોંધાવી ફરિયાદ
7 મહિલા કુસ્તીબાજોએ 21 એપ્રિલે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોના આધારે 28 એપ્રિલે દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ જાતીય સતામણીના બે કેસ નોંધ્યા હતા. પ્રથમ FIR સગીર દ્વારા કરવામાં આવેલા આરોપો પર આધારિત છે. આ અંગે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે, બીજી FIR અન્ય કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોથી સંબંધિત છે. આ કેસોમાં પોલીસ તપાસ ચાલી રહી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

પહેલવાનોએ અમિત શાહ સાથે મુકાલાત કરી હતી
આ પહેલા શનિવારે જ કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. કુસ્તીબાજ સાક્ષી મલિકના પતિ સત્યવ્રત કાદિયાને આજતક સાથેની વાતચીતમાં મીટિંગની પુષ્ટિ કરી હતી. આ બેઠકમાં તેઓ પણ હાજર રહ્યા હતા. જો કે, તેમણે કહ્યું હતું કે, બેઠકમાં કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણની ધરપકડ કરવાની માંગ ઉઠાવી હતી. પરંતુ આ બેઠક અનિર્ણિત રહી હતી. તેમણે કહ્યું કે, અમને ગૃહમંત્રી પાસેથી જે પ્રતિસાદ જોઈતો હતો તે ન મળ્યો, તેથી અમે બેઠકમાંથી બહાર આવ્યા. સત્યવ્રતે કહ્યું કે અમે વિરોધ માટે આગળની રણનીતિ બનાવી રહ્યા છીએ. અમે પાછળ હટીશું નહીં, અમે આગળની કાર્યવાહીનું આયોજન કરી રહ્યા છીએ.

સાક્ષી મલિકના કરિયર પર એક નજર કરીએ
સાક્ષી મલિકે રિયો ઓલિમ્પિક 2016માં ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સાક્ષીએ 58 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ સાક્ષીએ 2015માં દોહામાં આયોજિત સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં 60 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ઓલિમ્પિક્સ – રિયો ઓલિમ્પિક્સ 2016માં બ્રોન્ઝ જીત્યો (58 કિગ્રા)
કોમનવેલ્થ ગેમ્સ – બર્મિંગહામ 2022માં ગોલ્ડ (62 કિગ્રા), ગ્લાસગો 2014માં સિલ્વર (58 કિગ્રા), ગોલ્ડ કોસ્ટ 2018માં બ્રોન્ઝ (62 કિગ્રા).
એશિયન ચેમ્પિયનશિપ – દોહા 2015માં બ્રોન્ઝ (60 કિગ્રા), નવી દિલ્હી 2017માં સિલ્વર (60 કિગ્રા), બિશેક 2018માં બ્રોન્ઝ (62 કિગ્રા), શિયાન 2019માં બ્રોન્ઝ (62 કિગ્રા).
કોમનવેલ્થ ચેમ્પિયનશિપ – જોહાનિસબર્ગ 2013માં બ્રોન્ઝ (63 કિગ્રા), જોહાનિસબર્ગ 2016માં ગોલ્ડ (62 કિગ્રા).

    follow whatsapp

    ADVERTISEMENT