Saif Ali Khan ની તબિયત લથડી હોસ્પિટલમાં દાખલ,સામે આવી હેલ્થ અપડેટ
Saif Ali Khan Hospitalised : સર્જરીના કારણે સૈફ અલી ખાનને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તેની જુની ઇજા હતી. અને લાંબા સમયથી સર્જરી પેંડિંગ હતી.…
ADVERTISEMENT
Saif Ali Khan Hospitalised : સર્જરીના કારણે સૈફ અલી ખાનને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તેની જુની ઇજા હતી. અને લાંબા સમયથી સર્જરી પેંડિંગ હતી. એક્ટરે એક નિવેદન બહાર પાડીને હેલ્થ અપડેટ આપ્યું છે.
સૈફ અલી ખાન મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. તેના ઘુટણન અને ટ્રાઇસેપની સર્જરી થઇ છે. જુની ઇજાના કારણે આ સર્જરી કરાવવી પડી હતી. પોતાની લેટેસ્ટ ફિલ્મના એક્શનસીન દરમિયાન તેને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હાલ તેની સ્થિતિ સ્થિર છે અને ઝડપથી રિકવર કરી રહ્યા છે. સૈફે હેલ્થ અપડેટ આપતા કહ્યું કે, તેઓ ડોક્ટરના આભારી છે. સાથે જ તેમણે તમામ ફેન્સ અને શુભચિંતકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
સર્જરી અંગે શું બોલ્યા સૈફ
સૈફની આ સર્જરી લાંબા સમયથી પેન્ડિંગ હતી. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા અભિનેતાએ કહ્યું કે, અમે જે કરીએ છીએ, તેઓ ઇજા અને સર્જરીનું પરિણામ છે. હું ખુશ છું કે, મને સારા ડોક્ટર્સ મળ્યા અને તમામ શુભચિંતકોને તેમના પ્રેમ માટે આભાર વ્યક્ત કરૂ છું.
ADVERTISEMENT
શૂટિંગના સમયે અનેક વખત ઇજા પહોંચી
અગાઉ સમાચાર આવ્યા હતા કે દેવારાના શૂટિંગ દરમિયાન સેફને ઘુંટણમાં અને ખભા પર ઇજા થઇ હતી. તેના ટ્રાઇસેપ સર્જરી એક જુની ઇજાના કારણે થઇ હતી જે ફિલ્મમાં એક્શન સિકવન્સ ફિલ્માવતા સમયે થઇ હતી. આટલું જ નહી વિશાલ ભારદ્વાજની ફિલ્મ રંગૂનના શુટિંગ દરમિયાન પણ સેફને ઇજા પહોંચી હતી. ફિલ્મના ક્લાઇમેક્સ સીનના શૂટિંગના સમયે તેમના અંગુઠામાં ગંભીર ઇજા પહોંચી હતી.
આ છે આગામી ફિલ્મ
ગત્ત મહિને સેફને કરણ જોહરના શોક કોફી વિથ કરણ સિઝન-8 માં દેખાયું. તે પોતાની માં શર્મિલા ટાગોરની સાથે હોટ સીટ પર બેઠા. એક્ટરે વર્કફ્રંટની વાત કરીએ તો તેમની અંતિમ ફિલ્મ આદિપુરૂષ હતી જેમાં તેઓ રાવણનું પાત્ર ભજવી રહ્યા હતા. ફિલ્મમાં તેના ગેટઅપ અંગે પણ ટ્રોલ થયો હતો. સેફ આ વર્ષે તેલુગુ ફિલ્મ દેવારામાં જોવા મળશે. તેના અન્ય કલાકારોમાં જુનિયર એનટીઆર અને જાહન્વી કપુર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT