મોબાઈલ ડેટાના કારણે સાસુ-વહુ વચ્ચે જોરદારની બબાલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન; પછી જે થયું તે જાણીને ચોંકી જશો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અત્યાર સુધી તમે ઘરના કામકાજને લઈને સાસુ-વહુ વચ્ચેના ઝઘડા વિશે તો ઘણીવાર સાંભળ્યું જ હશે, પરંતુ સહારનપુરના સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની એક કોલોનીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મોબાઈલ ડેટાને લઈને સાસુ-વહુ વચ્ચે જોરદારનો ઝઘડો થયો. જે બાદ પુત્રવધૂએ પોલીસ સ્ટેશનમાં સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

‘સાસુ ખતમ કરી નાખે છે ડેટા’

વાસ્તવમાં, આ કોલોનીમાં રહેતી મીના (નામ બદલ્યું છે)નું કહેવું છે કે તેનો પતિ સવારે તેના કામ પર ચાલ્યો જાય છે. તે આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહે છે અને બાળકોને સંભાળે છે. મીનાનું કહેવું છે કે, તેની સાસુ આખો દિવસ મોબાઈલમાં રીલ અને ફેસબુક જોતી રહે છે. સાંજે જ્યારે તેને સમય મળે છે ત્યારે મોબાઈલનો ડેટા ખતમ થઈ જાય છે.

મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

આ કારણે મીનાએ પોતાના પતિને કહ્યું કે તે હવે સાસુની સાથે નહીં રહે. જોકે, પતિએ અલગ થવાની ચોખ્ખી ના પાડી દેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. મીનાએ મોબાઈલ ડેટાનો ઉલ્લેખ કરીને સાસુ અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી.

ADVERTISEMENT

પોલીસે કરાવ્યું સમાધાન

સદર બજાર પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રવેશ સિંહે જણાવ્યું કે રવિવારે મીનાના પિયર પક્ષ અને સાસરિયા પક્ષ બંનેને બોલાવવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT