‘Tarak Mehta…’માં થશે નવા ‘તારક મહેતા’ની એન્ટ્રી, આ એક્ટર લેશે જેઠાલાલના ખાસ મિત્રની જગ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: ટેલિવીઝનની લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Tarak Mehta Ka Oolta Chashma) છેલ્લા ઘણા સમયથી જેઠાલાલના પરમ મિત્ર ‘તારક મહેતા’ ગાયબ છે. એક્ટર શૈલેષ લોઢાએ શો છોડી દેતા અનેક ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. આ વચ્ચે હવે સીરિયલમાં નવા તારક મહેતા આવી રહ્યા છે. આ નવા તારક મહેતા વિશે પ્રોડ્યુસર અસિત કુમારે જ ખુલાસો કરીને જણાવ્યું છે કે, સચિન શ્રોફ નવા તારક મહેતા હશે.

શૈલેષ લોઢાની જગ્યા લેશે સચિન શ્રોફ
AajTak સાથે ખાસ વાતચીતમાં ‘તારક મહેતા…’ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ ખુલાસો કર્યો કે સચિન શ્રોફને તારક મહેતાનું પાત્ર ભજવવા માટે લેવામાં આવ્યા છે અને તેમણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. સચિન હવે શૈલેષ લોઢાની જગ્યાએ આવશે. અમે ઘણો પ્રયાસ કર્યો પરંતુ શૈલેષે શો છોડી દીધો. હવે દર્શકોને વધારે રાહ ન જોવડાવી શકાય. મારે તેમની જગ્યાએ અન્ય કોઈને લાવવા જરૂરી હતા. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સચિનને પણ દર્શકો તરફથી એટલો જ પ્રેમ મળે.

ADVERTISEMENT

કોણ છે સચિન શ્રોફ?
સચિન શ્રોફ જાણિતા ટેલિવિઝન એક્ટર છે. હાલમાં જ તેઓ MX પ્લેયરની સીરિઝ આશ્રમ-3માં જોવા મળ્યા હતા. ઉપરાંત તેઓ સ્ટાર પ્લસની સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’નો પણ ભાગ રહી ચૂક્યા છે. નોંધનીય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ માર્ચમાં શો છોડી દીધો હતો. હાલમાં તે શેમારૂ ટીવીમાં વાહ ભાઈ વાહમાં જોવા મળી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT