સારા અબ્દુલ્લા સાથે છુટાછેડા લઇ ચુક્યા છે સચિન પાયલોટ, ચૂંટણી હલફનામામાં થયો હતો મોટો ખુલાસો
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા સચિન પાયલટ પોતાની પત્ની સારા અબ્દુલ્લા સાથે છુટાછેડા લઇ ચુક્યા છે. પોતાના ચૂંટણી હલફનામાથી આ ખુલાસો થયો છે. કોંગ્રેસ નેતા…
ADVERTISEMENT
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા સચિન પાયલટ પોતાની પત્ની સારા અબ્દુલ્લા સાથે છુટાછેડા લઇ ચુક્યા છે. પોતાના ચૂંટણી હલફનામાથી આ ખુલાસો થયો છે. કોંગ્રેસ નેતા સચિન પાયલોટ પોતાની પત્ની સારા અબ્દુલ્લા સાથે છુટાછેડા લઇ ચુક્યો છે. તેના ચૂંટણી હલફનામાથી આ ખુલાસો થયો છે. સારા અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારુક અબ્દુલ્લાની પુત્રી છે. સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાના લગ્ન 2004 માં થયા હતા.
રાજસ્થાનમાં ઉમેદવારી પ્રક્રિયામાં થયો ખુલાસો
25 નવેમ્બરે થનારી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા 30 ઓક્ટોબરથી શરૂ થઇ હતી. મંગળવારે ટોંક વિધાનસભા સીટથી સચિન પાયલોટે પોતાના નામાંકન દાખલ કર્યું તો તેના છુટાછેડા થઇ ગઇ હોવાની વાત સામે આવી છે. ચૂંટણી હલફનામામાં જીવનસાથીની આગળ છુટાછેડા લખ્યું છે.
સચિન પાયલોટના બે પુત્રો પણ છે
સચિન પાયલોટ અને સારા અબ્દુલ્લાના બે પુત્રો આરન પાયલોટ અને વિહાન પાયલટ છે. હલફનામામાં સચિન પાયલોટના પુત્રોને આશ્રિત ગણાવાયા છે. 2018 માં ચૂંટણી હલફનામામાં સચિન પાયલોટે સારા અબ્દુલ્લાની સંપત્તિની માહિતી પણ આપી હતી. જો કે આ વખતે હલફનામામાં તેની સંપત્તિ અંગેની માહિતી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT