'સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું, ઘટના સ્થળેથી મળ્યા પુરાવા', રેલવે મંત્રીએ કહ્યું- IB કરી રહી છે તપાસ

ADVERTISEMENT

Sabarmati Express Derailed
ટ્રેન દુર્ઘટના
social share
google news

Sabarmati Express Derailed: ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે સવારે ટ્રેન દુર્ઘટના  (Train accident) સર્જાઈ છે. અહીં ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી કે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.આ દુર્ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સાબરમતી એક્સપ્રેસનું એન્જિન આજે સવારે 2.35 કલાકે કાનપુર પાસે ટ્રેક પર રાખવામાં આવેલી કોઈ વસ્તુ સાથે ટકરાયું હતું. જે બાદ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. પ્રાથમિક તપાસ મુજબ રેલવે ટ્રેકમાં કોઈ ફ્રેક્ચર નથી.

IB કરી રહી છે તપાસઃ રેલવે મંત્રી

રેલવે મંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું છે કે દુર્ઘટનાના પુરાવા સુરક્ષિત કરી લેવામાં આવ્યા છે. આઈબી અને યુપી પોલીસ પણ આ કેસની તપાસમાં લાગેલી છે. આ ઘટનામાં મુસાફરો કે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી. મુસાફરો માટે અમદાવાદ માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. 


સદનસીબે કોઈ જાનહાની થઈ નથીઃ ADM

તો બીજી બાજુ કાનપુર ADM સિટી રાકેશ વર્માએ કહ્યું કે, ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે, સદનસીબે કોઈને ઈજા થઈ નથી. તમામ મુસાફરોને બસ દ્વારા સ્ટેશન પરત મોકલવામાં આવી રહ્યા છે. અહીં મેમુ ટ્રેન પણ આવી રહી છે. કોઈ જાનહાનિ થઈ નથી.

ADVERTISEMENT

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને બસ દ્વારા કાનપુર મોકલવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ અકસ્માત સ્થળ અને કંટ્રોલ ઓફિસ પર હાજર છે આ દરમિયાન, અકસ્માત ટ્રેન નંબર 19168 રવાના કરવામાં આવી છે. મુસાફરોની મદદ માટે રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.

રેલ્વે દ્વારા જારી કરવામાં આવ્યા હેલ્પલાઈન નંબર


- પ્રયાગરાજ 0532-2408128, 0532-2407353
- કાનપુર 0512-2323018, 0512-2323015
- મિર્ઝાપુર 054422200097
- ઈટાવા 7525001249
- ટુંડલા 7392959702
- અમદાવાદ 07922113977
- બનારસ સિટી 8303994411
- ગોરખપુર 0551-2208088 

ADVERTISEMENT

આ ટ્રેનો રદ કરવામાં આવી છે

(1) 01823/01824 (વી ઝાંસી-લખનૌ) JCO 17.08.24

ADVERTISEMENT

(2) 11109 (વી ઝાંસી-લખનૌ જંકશન) JCO 17.08.24

(3) 01802/01801 (કાનપુર-માણિકપુર) JCO 17.08.24

(4) 01814/01813 (કાનપુર-વી ઝાંસી) JCO 17.08.24

(5) 01887/01888 (ગ્વાલિયર-ઇટાવા) JCO 17.08.24

(6) 01889/01890 (ગ્વાલિયર-ભીંડ) JCO 17.08.24

    follow whatsapp

    ADVERTISEMENT