'ચીન સાથે અમારા સંબંધો ખરાબ, પરંતુ કોઈ ત્રીજાની દખલ મંજૂર નહીં', QUAD પહેલા બોલ્યા જયશંકર
જયશંકર QUAD વિદેશ મંત્રીઓની બેઠક માટે જાપાનની રાજધાની ટોક્યોમાં છે. ત્યારે વિદેશ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે ખરેખર શું મુદ્દો છે તે ઉકેલવા માટે અમે અન્ય દેશો તરફ નથી જોઈ રહ્. વાટાઘાટો ફક્ત બે દેશો વચ્ચે જ થવી જોઈએ. જેની વચ્ચે વિવાદ હોય. કોઈ ત્રીજા પક્ષે આવી બાબતમાં દખલ ન કરવી જોઈએ.
ADVERTISEMENT
S Jaishankar Statement on China : વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા બોર્ડર વિવાદમાં કોઈ ત્રીજા પક્ષની દખલગીરીની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મામલો મૂળભૂત રીતે દ્વિપક્ષીય મુદ્દો છે જેને બંને દેશોએ જાતે ઉકેલવો જોઈએ. ચીન સાથે ભારતના સંબંધો સારા અને સામાન્ય નથી. તેનું કારણ એ છે કે ચીને 2020માં સરહદ પર સેના તૈનાત કરીને કરારોનું ઉલ્લંઘન કર્યું હતું.
જયશંકર QUAD વિદેશ મંત્રીઓની બેઠક માટે જાપાનની રાજધાની ટોક્યોમાં છે. ત્યારે વિદેશ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે ખરેખર શું મુદ્દો છે તે ઉકેલવા માટે અમે અન્ય દેશો તરફ નથી જોઈ રહ્. વાટાઘાટો ફક્ત બે દેશો વચ્ચે જ થવી જોઈએ. જેની વચ્ચે વિવાદ હોય. કોઈ ત્રીજા પક્ષે આવી બાબતમાં દખલ ન કરવી જોઈએ.
ચીને સેના તૈનાત કરીને કરારનું કર્યું હતું ઉલ્લંઘન
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, "ચીન સાથેના અમારા સંબંધો બહુ સારા નથી ચાલી રહ્યા. તેનું કારણ એ છે કે 2020માં કોવિડ દરમિયાન ચીને સરહદી વિસ્તારોમાં મોટી સેના તૈનાત કરીને કરારોનું ઉલ્લંઘન કર્યું હતું. આનાથી તણાવ સર્જાયો હતો. જેના કારણે અથડામણ થઈ હતી. બંને બાજુના લોકો માર્યા ગયા."
ADVERTISEMENT
જયશંકરે કહ્યું હતું કે, "આના પરિણામો (ચીન તરફ સૈનિકોની તૈનાતી) હજુ પણ ચાલુ છે કારણ કે આ મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાયો નથી. ચીન સાથેના સંબંધો અત્યારે સારા નથી, સામાન્ય નથી. પાડોશી તરીકે અમે વધુ સારા સંબંધોની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ આવું ત્યારે જ થઈ શકે જો LOCનું સન્માન કરવામાં આવે અને ભૂતકાળમાં થયેલા કરારોનું સન્માન કરવામાં આવે."
વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર
ભારત-ચીન સંબંધોની વર્તમાન સ્થિતિ પર જયશંકરે કહ્યું કે, આ ક્ષણે "ઠીક નથી" અને ભાર મૂક્યો કે આ સંબંધ વૈશ્વિક બાબતો પર મહત્વપૂર્ણ અસર કરે છે. આ એટલા માટે છે કારણ કે બંને દેશો મહત્વપૂર્ણ શક્તિઓ છે. તેમણે સ્વીકાર્યું કે બંને દેશો વચ્ચે એક સમસ્યા છે જેને વાતચીત દ્વારા ઉકેલવાની જરૂર છે.
ADVERTISEMENT
2020થી સેનાઓ છે સામસામે
વિદેશ મંત્રીએ SCO સમિટ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાતમાં સરહદ વિવાદના મુદ્દા પર પણ વાત કરી હતી. આ બેઠક કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં થઈ હતી. મે 2020 થી ભારત અને ચીનની સેનાઓ સામસામે છે અને સરહદ વિવાદ સંપૂર્ણપણે ઉકેલાયો નથી.
ADVERTISEMENT
કેટલાક મુદ્દાઓ ઉકેલાયા, વાટાઘાટોના 21 રાઉન્ડ થયા
જો કે, બંને પક્ષોએ ઘણા સ્ટેન્ડઓફ બિંદુઓથી પીછેહઠ કરી છે. જૂન 2020માં ગલવાન ખીણમાં ભીષણ અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે બગડી ગયા હતા. દાયકાઓમાં આ પ્રથમ વખત હતો જ્યારે સરહદ પર આ પ્રકારનો સંઘર્ષ થયો હતો. બંને પક્ષોએ મડાગાંઠને ઉકેલવા માટે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીતના 21 રાઉન્ડ યોજ્યા છે.
ADVERTISEMENT