Russia Ukraine war: પ્રિગોઝિનના મોત પછી ચેત્યા પુતિનઃ વૈગનર ફાઈટર્સ અને પ્રાઈવેટ આર્મીને લેવડાવી રહ્યા છે ‘નિષ્ઠાની શપથ’

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ રશિયા (Russia) માં બુધવારે વિમાન દુર્ઘટનામાં યેવજેની પ્રિગોઝિન (Prigozhin) માર્યા ગયાના દાવા વચ્ચે રુસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) વૈગનર લડવૈયાઓને (wagner fighters) રશિયન રાજ્ય પ્રત્યે વફાદારીના શપથ (oath) પર હસ્તાક્ષર કરવાનો આદેશ આપ્યો છે. શુક્રવારે, ક્રેમલિને પ્રિગોઝિન માર્યા ગયા હોવાના દાવાને ફગાવી દીધા પછી, પુતિને તાત્કાલિક અસરથી ફેરફારો કરવાના હુકમનામા પર હસ્તાક્ષર કર્યા છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, પુતિન દ્વારા વૈગનર અને અન્ય ખાનગી સૈન્ય વડાઓ માટે ફરજિયાત શપથની રજૂઆતને કડક રીતે જોવામાં આવી રહી છે. ક્રેમલિનની વેબસાઈટ પર પ્રકાશિત થયેલું આ હુકમનામું, સૈન્ય વતી કામ કરનાર અથવા યુક્રેનમાં મોસ્કોને તેના “વિશેષ લશ્કરી ઓપરેશન” માટે સમર્થન આપનાર કોઈપણને રશિયા પ્રત્યે વફાદારીના ઔપચારિક શપથ લેવા માટે ફરજ પાડે છે.

હુકમનામાને રશિયાના સંરક્ષણના આધ્યાત્મિક અને નૈતિક પાયાના નિર્માણ તરફના પગલા તરીકે વર્ણવાય છે. શપથના શબ્દોમાં એક પંક્તિનો સમાવેશ થાય છે જેમાં લખ્યું છે, “શપથ લેનારા લોગ કમાન્ડરો અને વરિષ્ઠ નેતાઓના આદેશોનું સખતપણે પાલન કરવાનું વચન આપીએ છીએ.”

ADVERTISEMENT

વૈગનર ખાનગી આર્મી છે

અહીં આપને જણાવી દઈએ કે, વૈગનર એક ખાનગી આર્મી છે. વૈગનર આર્મી રશિયન આર્મી સાથે યુક્રેનમાં યુદ્ધ લડી રહી હતી. તે છેલ્લા ઘણા સમયથી સૈન્ય અને ગુપ્તચર કામગીરીને લઈને પણ વિવાદોમાં છે. વૈગનર આર્મી ચીફ યેવજેની પ્રિગોઝિન એક સમયે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી ખાસ હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં પ્રિગોઝિને રશિયન સેના અને પુતિન સામે બળવો કર્યો હતો.

શ્રાવણીયો જુગારઃ અંબાજીની હોટલમાં 13.99 લાખની મત્તા સાથે જુગાર રમતા 19 યુવકો ઝડપાયા, જાણો કોણ કોણ પકડાયું

પ્રિગોઝિન કોણ છે

યેવજેની પ્રિગોઝિન પુતિનના રસોઈયા તરીકે ઓળખાય છે. પ્રિગોઝિનનો જન્મ 1961 માં લેનિનગ્રાડ (સેન્ટ પીટર્સબર્ગ) માં થયો હતો. 20 વર્ષની ઉંમરે જ પ્રિગોઝિન મારપીટ કરવા, લૂંટ અને છેતરપિંડી સહિતના ઘણા કેસોમાં વોન્ટેડ બન્યા હતા. આ પછી તેમને 13 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જોકે, 9 વર્ષ પછી જ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

પુતિને પ્રિગોઝિનના પગલાને ‘દેશદ્રોહી’ અને ‘પીઠમાં છરા મારવા’ તરીકે ગણાવ્યા હતા. જો કે, પ્રિગોઝિને દાવો કર્યો હતો કે તે યુક્રેનમાં યુદ્ધનું નેતૃત્વ કરી રહેલા કમાન્ડરોનો વિરોધ કરી રહ્યો હતો. આમ કરીને પ્રિગોઝિને પોતાને ‘દેશભક્ત’ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો.

ADVERTISEMENT

પશ્ચિમી નેતાઓએ પુતિન પર આરોપ લગાવ્યો

બીજી બાજુ, પશ્ચિમી રાજકારણીઓ અને ટીકાકારોએ દાવો કર્યો હતો કે પુતિને 23-34 જૂનના રોજ સૈન્ય નેતૃત્વ સામે બળવો શરૂ કરવા બદલ પ્રિગોઝિનને ફાંસીની સજા આપવાનો આદેશ આપ્યો હતો. 1999માં સત્તામાં આવ્યા બાદ તેઓ પુતિન માટે તેમના શાસન માટે સૌથી મોટો પડકાર બની ગયા હતા. જોકે, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે શુક્રવારે કહ્યું હતું કે આવા તમામ આરોપો ખોટા છે.

પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે, “હવે આ વિમાન દુર્ઘટના અને યેવજેની પ્રિગોઝિન સહિત વિમાનના મુસાફરોના દુઃખદ મૃત્યુ વિશે ઘણી અટકળો ચાલી રહી છે. અલબત્ત, પશ્ચિમમાં, આ તમામ અટકળો એક જાણીતા મુદ્દા પરથી રજૂ કરવામાં આવી છે.”

    follow whatsapp

    ADVERTISEMENT